તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:વહેરાખાડીમાં નવીન રોડ પરથી દબાણો હટાવવા બાબતે રોષ

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામપંચાયતને માપણી કરી દબાણો દૂર કરવા રજૂઆત

વહેરાખાડી થી રામનગર તરફ જતાં મુખ્યમાર્ગ પર તંત્ર દ્વારા નવીનીકરણ કામગીરી હાથધરવામાં આવી રહી છે. ત્યારે વહેરાખાડીના ખેડૂતો દ્વારા ગેરકાયદે દબાણો નહીં હટાવતાં રામનગરના ગ્રામજનોએ રસ્તાની નવી કામગીરી અટકાવી દીધી હતી. જો કે તંત્ર દ્વારા માપણી કર્યાબાદ દબાણો દૂર કરવામાં આવશે.તો રોડ બનાવવા દેવામાં આવશે.તેવી ચીમકી ઉચ્ચારી હતી. આણંદ તાલુકા પંચાયતના સભ્ય બુધાભાઇ પરમારે જણાવ્યું હતું કે, વહેરાખાડી થી રામનગર માર્ગ પર ડાકોર,વાસદ,અમદાવાદ વડોદરા એકસપ્રેસ વે સહિત આજુબાજુ વિસ્તારન વાહનો અવરજવર રહેતી હોય છે.

જો કે તંત્ર દ્વારા ઘણા સમયથી રોડ બનાવવાની કામગીરી અધરી છોડી દેવામાં આવી હતી.આ બાબતે અમો ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ફરિયાદ કરવામાં આવતાં તંત્ર દ્વારા વહેરાખાડી થી રામનગર જવાનો રોડ પર નવીની કરણની કામગીરી હાથધરવામાં આવી હતી.પરંતુ વહેરાખાડી રસ્તા પર ગેરકાયદે દબાણો તંત્ર દ્વારા નહીં હટાવતાં આખરે ગ્રામજનો દ્વારા કામગીરી અટકાવી દેવામાં આવી છે. આ બાબતે વહેરાખાડી ગ્રામ પંચાયતને દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા જણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો