હાલાકી:લાંભવેલ રોડ પર કાંસની સફાઇ બાદ કચરો ત્યાં જ છોડી દેતાં રહીશોમાં રોષ

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચરાની અસહ્ય દુર્ગંધ ફેલાતી હોઇ રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત

આણંદ લાંભવેલ રોડ પર કાંસ વિભાગે પ્રિ -મોનસુન અંતર્ગત દોઢ માસ પહેલા સાફ સફાઇ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સાફ સફાઇ કામગીરી હાથધરીને માર્ગ પર કચરો જૈસે થે હાલતમાં છોડી દીધો હતો.જેના પગલે અસહ્ય પ઼માણમાં દુર્ગધ ફેલાતી હોવાથી હાલભાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સર્જાતી હોવાથી સ્થાનિક વિસ્તારના રહિશોએ કાંસ વિભાગને રજુઆત કરીને ઘનકચરો ઉપાડી લેવાની માંગ ઉચ્ચારી હતી. સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ગાંધીનગર મુખ્યમંત્રીને ફરીયાદ કરવાની ચિમકી ઉચ્ચારી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લાંભવેલ કાંસમાં ઘાસચારો વ્યાપક પ્રમાણ થઇ ગયો હોવાથી વરસાદી પાણીના નિકાલ માટે કાંસ વિભાગે સાફ સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે કચરો માર્ગ પર છોડી દેવામાં આવ્યો છે. જેના લીધે આજુબાજુ વિસ્તારના રહીશોન હાલાકીઓનો ભોગ બનવું પડે છે. વરસાદી પાણી ભરાઇ રહેતુ હોવાથી કાદવ કિચ્ચડનું સામ્રાજય ફેલાઇ ગયું છે.સ્થાનિક વિસ્તારના રહીશોએ તંત્રને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવે છે.

અન્ય સમાચારો પણ છે...