તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:ગંગદેવનગરમાં 15 સોસાયટીમાં પાણી નહીં આવતા રહીશોમાં રોષ

આણંદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાના સત્તાધિશો સામે ઉગ્ર સ્વરૂપે રોષ વ્યક્ત કર્યો

દિનપ્રતિદિન ઉનાળાની કાળઝાળ ગરમીએ આખરી સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ગંગદેવનગર સહિત 15 ઉપરાંતની સોસાયાટીમાં પાલિકાની પાઈપ લાઈન તુટી ગઇ હોવાથી બે દિવસથી પીવાનું પાણી આવતું નથી. આખરે 150 ઉપરાંત પરિવારજનોને ભર ઉનાળે પાણી માટે આમતેમ ભટકવાનો વારો આવતાં પાલિકાના સત્તાધિશો સામે ઉગ્ર સ્વરૂપે રોષ વ્યક્ત કર્યો હતો.બીજી તરફ સોમવારે પાલિકાની ટીમોએ પાઈપ લાઈનમાં ફકત એક પંકચર બનાવી અન્ય પાંચ જેટલા પંકચરની કામગીરી અધુરી છોડી દેવાઈ હતી.

આણંદમાં સો ફુટ રોડ પર આવેલ ગંગદેવનગરમાં પાલિકાની પાણીના બોરકુવા ધ્વારા ગંગદેવનગર બાપા સીતારામ સોસાયટી, સહજાનંદ સહિત મોટી ખોડીયાર, નાની ખોડીયાર અન્ય 15 ઉપરાંત સોસાયટીઓમાં 20 હજાર ઉપરાંત લીટર પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ આણંદ નગરપાલિકા ધ્વારા નવીન પાઈપ લાઈનો નાંખવાની કામગીરી હાથધરતી સમયે લાઇનભંગણા પડી ગયું હતું. જેના પગલે સમગ્ર વિસ્તારમાં બે દિવસથી પાણી આવતું નથી. આ અંગે દશરથ ભાઈ પ્રજાપતિએ જણાવેલ કે અમો રહીશો દ્વારા આણંદ પાલિકામાં ટેકસ નિયમિત ભરપાઈ કરવા છતાંય પાણી માટે આમતેમ ભટકવાનો વારો આવ્યો હતો.આ બાબતે તંત્રને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો