તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:આણંદના વોર્ડ નં.3 પ્રશાંતનગર વિસ્તારમાં માર્ગ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક લોકોએ પાલિકા તંત્ર પર રોષ ઠાલવ્યો

આણંદ શહેરમાં બુધવારે રાત્રિના 2.36 ઈંચ વરસાદ પડવાના કારણે શહેરના વોર્ડ નં.3માં આવેલા પ્રશાંતનગર વિસ્તારમાં જાહેર માર્ગો વરસાદી પાણી ભરાઈ જતા લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકી પડી હતી. આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે ચોમાસામાં માર્ગો પર પાણી ભરાઈ જાય છે અને લોકોને પાણીમાં રહીને અવર જવર કરવી પડે છે. જેને લઈ સ્થાનિક લોકોમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં ગત રાત્રીના દસ વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો. અને ચાર કલાકમાં 2.36 ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના વોર્ડ નં. 3 માં જુની પાણીની ટાંકી પ્રશાંતનગર વિસ્તારમાં જાહેર રોડ ઉપર વરસાદી પાણી ભરાયા હતા. આ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી નગરપાલિકા દ્વારા સ્ટ્રોમ વોટર ડ્રેઈનની સુવિધા કરવામાં આવી નથી. જેના કારણે વરસાદી પાણીનો નિકાલ નહી થતા આ વિસ્તારમાં સામાન્ય વરસાદ પડતા જ માર્ગો પર પાણી ભરાઈ જાય છે.આ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ ફાઈનલ થયા બાદ પણ આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સુવિધા આપવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.

સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં. 3 માં ભાજપ કે કોંગ્રેસનો એક પણ સભ્યો અને કાર્યકર આ વિસ્તારના પ્રશ્નોને હલ કરી શકયા નથી અને આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખી વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યો હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેઓએ આ વિસ્તારમાં જ માર્ગો પર ભરાઈ રહેતા પાણીનું વહન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...