તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:આણંદના જાહેર માર્ગો અને સોસાયટીઓમાં મોડી સાંજ સુધી પાણી ન ઓસરતાં સ્થાનિકોમાં રોષ

આણંદ3 મહિનો પહેલા
શહેર ની પ્રખ્યાત ટી સ્કેવર હોસ્પિટલ સહિત ની અગ્રણી હોસ્પિટલો અહીં આ વિસ્તારમાં છે
  • આણંદ બસસ્ટેન્ડ મીની તળાવમાં ફેરવાતા મુસાફરો પરેશાન થયા

આણંદમાં અનરાધાર ધાર વરસતા વરસાદે અને નગરપાલિકાના વિકાસ કામો સામાન્ય જનજીવનને ભારે અસર પહોંચાડી છે. આણંદમાં આયોજન વિનાનો વિકાસ વરસાદી પાણીના નિકાલની ગતિ અવરોધે છે. નગરમાં જળબંબાકારની સ્થિતિ થાય છે. શુક્રવારે વહેલી સવારથી જ વરસેલા વરસાદે ચોતરફ જાહેર માર્ગો અને સોસાયટી જેવા રહેણાંક વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યાં છે. હજુ સાંજ સુધી પણ આ પાણી ઓસર્યા નથી. સ્થાનિક નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે.

બે કલાકમાં જ પાંચ ઈંચ જેટલો વરસાદ

આણંદ શહેરમાં મેઘરાજાએ વરવું સ્વરુપ ધારણ કર્યું હતું. અને સાબેલાધાર વરસાદ વરસ્યો હતો. અને બે કલાકમાં જ પાંચ ઈંચ જેટલો વરસાદ વરસતા શહેરના તમામ ભાગો પાણીથી તરબોળ થઈ ગયા હતા. આણંદ શહેરના ગામડીવડ વિસ્તારમાં તો ભારે વરસાદના પગલે સવારમાં દોઢ ફુટ જેટલા પાણી માર્ગો પર ફરી વળ્યાં હતાં. આ ઉપરાંત વિદ્યાનગર રોડ, 80 ફુટ રોડ, 100 ફુટ રોડ, ઈસ્માઈલનગર, નવા બસ સ્ટેન્ડ, બોરસદ ચોકડી, ગણેશ ચોકડી સહિતના વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાઈ ગયા હતા.

જાહેર માર્ગ ઉપર વાહન ચાલકો ને હાલાકી
જાહેર માર્ગ ઉપર વાહન ચાલકો ને હાલાકી

મુસાફરો અને નોકરિયાતો ખૂબ હેરાન પરેશાન

જ્યારે ઈસ્માઈલનગર, અમીન મંજીલ પાસે પણ ભારે વરસાદને પગલે રોડ ઉપર દોઢ થી બે ફુટ પાણી ભરાતા કેટલાક મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. બાકરોલ રોડ વિસ્તારની સોસાયટી અને સો ફૂટ રોડ વિસ્તાર તેમજ નાની ખોડિયાર અને મોટી ખોડિયાર વિસ્તારોની અનેક સોસાયટી અને રહેણાંક વિસ્તારોમાં નાગરિકો ઘરની બહાર નીકળી શક્યા નથી. બીજી તરફ આણંદ નવું બસસ્ટેન્ડ મીની તળાવમાં ફેરવાયેલુ જોવા મળી રહ્યું હતું. અહીં મુસાફરો અને નોકરિયાતો ખૂબ હેરાન પરેશાન નજરે ચઢી રહ્યાં હતા.

ડિલિવરી બોય અટવાયો
ડિલિવરી બોય અટવાયો

નગરપાલિકા દ્વારા ક્રેઈન બોલાવીને તથા ટ્રેકટરની મદદથી વાહનો બહાર કાઢ્યા

સામાન્યજન આંખ ચોળીને ઉભો થયો હતો ત્યાં તો આણંદ શહેરમાં સાત ઈંચ વરસાદ વરસતા નગર ચારેયકોર પાણીથી તરબોળ બની ગયું હતું. શહેરમાં કેટલીક જગ્યાએ વાહનો પાણીમાં ફસાઈ જતા આણંદ નગરપાલિકા દ્વારા ક્રેઈન બોલાવીને તથા ટ્રેકટરની મદદથી વાહનો બહાર કાઢ્યા હતા. આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે પણ વધારે પડતું પાણી ભરાઈ જતા સવારમાં નોકરી પર જવા માટે ટુવ્હીલર લઈને નીકળેલા વાહન ચાલકોના વાહનો પાણીમાં બંધ થઈ જતા ધક્કો મારીને વાહન દોરીને લઈ જતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...