તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anandtaluka Received 55.71 Per Cent Of The Season Rainfall And Sojitra Received 30.03 Per Cent Rainfall, The Lowest In Umreth.

સાર્વત્રિક વરસાદ:આણંદતાલુકામાં સીઝનનો 55.71 ટકા અને સોજીત્રામાં 30.03 ટકા વરસાદ, સૌથી ઓછો ઉમરેઠમાં

આણંદ3 મહિનો પહેલા
  • સોજીત્રા તાલુકામાં 30.03, ખંભાતમાં 29.96 ટકા,તારાપુર 20.68 ટકા વરસાદ નોંધાયો પેટલાદ માં 20.86 ,બોરસદમાં 20.66, અંકલાવમાં 20.38, ઉમરેઠ તાલુકામાં 9.74 ટકા વરસાદ નોંધાયો

આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસના વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ છાંટાછૂટી વરસાદ તો ક્યાંક ઝાપટા પડ્યા હતા. જોકે 27 તારીખે બોરસદમાં 62 મીમી અને અંકલાવમાં 41મીમી તેમજ ખંભાતમાં 30 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે 28મીની રાત્રે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ચોમાસાની બીજી ઇનિંગ્સ શરૂ થઈ તેવો વરસાદી માહોલ હતો.

છેલ્લા કેટલાક દિવસથી દિવસ દરમ્યાન ધૂંપછાવ જેવા માહોલમાં જનતા બફાટ અને ઉકળાટથી પરેશાન થઈ ઉઠી હતી. જ્યારે રવિવારે રાત્રે ધૂંઆધાર વરસેલા વરસાદે વાતાવરણમાં ઠંડક અને ટાઢકનો અહેસાસ કરાવ્યો છે. જોજે હાલ સોમવારે વાતાવરણ ચોખ્ખું લાગી રહ્યુ છે. ચોમાસાની ઋતુના પ્રારંભમાં આ બીજા વરસાદે આણંદ તાલુકામાં સિઝનની અર્ધસદી ફટકારી છે. રવિવારે રાત્રે વરસેલા વરસાદે આણંદ તાલુકામાં 55.71 ટકાનો આંક વટાવ્યો છે.

મહત્વનું છે કે ગત 18 જૂને આણંદમાં આભ ફાટ્યું હોય તેવી સ્થતિ નિર્માણ થઈ હતી. સવારે 4 કલાકમાં 7 ઇંચ વરસાદ, નિચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા, રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવાયા હતા. જાહેર માર્ગો ઉપર વરસાદી પાણીના ભરાવાથી રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા હતા. ત્યારબાદ પણ વરસાદનું જોર યથાવત રહ્યું હતું અને થોડી-થોડી વારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. રવિવારે વરસેલા વરસાદે આણંદ તાલુકામાં 55.71 ટકા વરસાદ વરસી ચુક્યો છે ત્યારે હજી અષાઢ, શ્રાવણ અને ભાદરવો મહિનો બાકી હોય આ ત્રણ મહિનામાં વરસાદની સંભાવનાને લઈ ખેડૂતોમાં સુકાળની ભીતિ સેવી રહ્યા છે. જોકે હાલ ખેતી લાયક વરસાદ વરસતો હોઈ ખેડૂતોમાં ખુશહાલી વ્યાપી છે.

બીજી તરફ રવિવારે રાત્રે સુસવાટા પવન સાથે વરસાદે જિલ્લાના સાર્વત્રિક મહેર કરી હતી.જિલ્લાના વરસાદના આંક મુજબ આણંદ માં 76 મીમી,સોજિત્રા 59 મીમી ,પેટલાદમાં 27 મીમી,ઉમરેઠમાં 25મીમી,અંકલાવમાં 19મીમી ,બોરસદ માં 15 મીમી,ખંભાતમાં 7 મીમી,તારાપુરમાં 5 મીમી વરસાદ નોંધાયો હતો. જે મુજબ કુલ ટકાવારી ની દ્રષ્ટિએ આણંદ તાલુકામાં 55.71 અને સોજીત્રા તાલુકામાં 30.03, ખંભાત તાલુકામાં 29.96 ટકા,તારાપુર 20.68, પેટલાદ 20.86 બોરસદમાં 20.66, અંકલાવમાં 20.38,ઉમરેઠ માં સૌથી ઓછો 9.74 ટકા વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...