પશુ ચિકિત્સકોની માંગ:આણંદના પશુ ચિકિત્સકોએ ઇન્ટર્નશીપ ભથ્થામાં વધારો માંગ્યો, રેલી યોજી કલેક્ટર કચેરીએ ધામા નાખ્યા

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુ ચિકિત્સકોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

આણંદના પશુ ચિકિત્સકોએ આવેદનપત્રમાં માંગણી કરી હીત કે, પશુ ચિકિત્સા અને પશુપાલનના સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ તેની નિયતકારી સંસ્થા વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હીના નિયમ અનુસાર ચલાવવામાં આવે છે. જેમાં અંતિમ વર્ષમાં એક વર્ષ ઇન્ટર્નશીપ તાલીમ લેવી જરૂરી છે.

ઇન્ટર્નશીપ ભથ્થુ અન્ય રાજ્યની સરખામણીએ ઓછું
હાલમાં ગુજરાત રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે ખૂબ જ મહત્વ હોવા છતાં રાજ્ય સરકારની વેટરનરી એન્ડ એનિમલ સાયન્સ યુનિવર્સિટી (કામધેનુ યુનિવર્સિટી) ગાંધીનગરની વિવિધ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતા ઇન્ટર્નશીપ ડોક્ટરને માત્ર રૂ. 4200 રૂપિયાનું ઇન્ટર્નશીપ ભથ્થુ આપવામાં આવે છે. જે અન્ય રાજ્યો જેવા કે હરિયાણામાં 14 હજાર, કેરળમાં 20 હજાર, ઉત્તરપ્રદેશમાં 23 હજાર 500ની સરખામણીએ ખુબ જ ઓછું છે.

ઝડપથી યોગ્ય પગલાં લેવા માંગ
કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા સહકાર ક્ષેત્રના વિભાગમાં ગુજરાત રાજ્યનું યોગદાન ખૂબ જ મોટું છે. રાજ્ય સરકારે તાજેતરમાં મેડિકલ ઇન્ટર્ન ડોક્ટરનું ભથ્થુ વધારીને રૂ.18,500 પ્રતિ મહિનાનું કર્યું છે, ઇન્ટર્નશીપ ભથ્થુ વધારવાની માગ મેડિકલ એજ્યુકેશનની સમકક્ષ અભ્યાસ કરતા વેટરનરી વિદ્યાર્થીઓ દ્વારા સતત ઉઠી રહી છે. વેટરનરી ઇન્ટર્ન ડોક્ટર તેમના એક વર્ષના ઇન્ટર્નશીપ સમયગાળા દરમિયાન વિવિધ પોલીક્લિનિક, ટીવીસીસી, પ્રાણી સંગ્રહાલય, મરઘા ફાર્મ, એનઆરસીસી અને એનઆરસીઇ જેવી રાજ્યમાં સ્થિત કેન્દ્રિય સંસ્થાઓમાં તેમની સેવાઓ પ્રદાન કરીને પ્રાણીઓના આરોગ્ય અને માનવ ખોરાકની ઉચ્ચ ગુણવત્તામાં સુધારો કરવા માટે રાજ્યમાં સતત પ્રયત્ન કરતા રહે છે. તેથી ઉપરોક્ત હકિકતોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વેટરનરી ઇન્ટર્ન ડોક્ટરના ઇન્ટર્નશીપ ભથ્થાને વધારવા અંગેના નિયમો મુજબ ઝડપથી યોગ્ય પગલાં લેવા માંગણી કરી હતી.

<

અન્ય સમાચારો પણ છે...