તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્દાફાસ:આણંદના સસ્પેન્ડેડ ASI પ્રકાશસિંહની લંકામાં એસીબીની આગ, દસ વર્ષમાં 3.12 કરોડની મિલકતની વિગતો ખુલી

આણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભ્રષ્ટાચારની રકમથી આણંદ ઉપરાંત ભરૂચ, ગાંધીનગરમાં પણ મિલકતો વસાવી ભાડે ચડાવી
 • એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો

આણંદ પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનો પર્યાય બની પંકાયેલા અને ઉપરી અધિકારીઓની રહેમ નજર તળે ભ્રષ્ટતાનો કાળો કાળોબાર ચલાવનાર અને ખંભાત ખાતર કાભાંડમાં 50 લાખની લાંચ લેતા પકડાયેલા એએસઆઈ પ્રકાશસિંહ રણજીતસિંહ રાઓલે પોતાની કારકિર્દીના દસ વર્ષના ગાળામાં રૂ.3.12 કરોડથી વધુ મિલકત ભેગી કરી હોવાનું એસીબી તપાસમાં ખુલ્યું છે.

એસીબી તપાસમાં લાંચિયા એએસઆઈ પ્રકાશસિંહ વિરૂધ્ધ અપ્રમાણસર મિલ્કતની વિગતો આપતા તેની સામે વધુ એક ગુનો નોંધાયો છે. પ્રકાશસિંહે પોતાની દસ વર્ષની કારકિર્દીમાં આણંદ ઉપરાંત ભરૂચ, ગાંધીનગર જિલ્લામાં મિલકત વસાવી હોવાનું એસીબી તપાસમાં નોંધાયું છે.

આણંદ પોલીસ બેડામાં એક સમયે વહીવટદાર તરીકે પંકાયેલા આસીસ્ટંટ સબ ઇન્સ્પેક્ટર પ્રકાશસિંહ રાઓલનો ભ્રષ્ટાચારથી ભેગી કરેલી મિલકતનો પટારો ખુલતા તેના સાગરીતો અને મદદગારોમા ફફડાટ વ્યાપ્યો છે. મહત્વનું છે કે, ખંભાત ખાતર કૌભાંડ લાંચકાંડમાં પકડાયેલ પ્રકાશસિંહ રાઓલને અમરેલીમાં તેની નિમણૂંક આપવામાં આવી છે અને હાલ તેને ફરજ મોકુફ કરેલી છે.

મહત્વનું છે કે, પ્રકાશસિંહનું લાંચકાંડ રાજ્યનું સૌથી મોટો વિવાદ સાબિત થયો હતો. રાજ્ય સરકારે આ લાંચકાંડ બાદ આર.આર સેલ વિખેરી નાખ્યો હતો.આ કાંડ બાદ પ્રકાશસિંહ વિરૂદ્ધ અપ્રમાણસર મિલકત અંગે અરજી મળતાં એસીબી દ્વારા મિલકત સંબંધી દસ્તાવેજી પુરાવાઓ, બેંક ખાતાઓ, વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવવામાં આવી હતી અને નાણાકીય વ્યવહારની તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રકાશસિંહ, તેની પત્નીના નામની સ્થાવર અને જંગમ મિલકતો સંબંધી દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી હતી.

પ્રકાશસિંહે પહેસી એપ્રિલ, 2009થી 31મી માર્ચ, 2018 દરમિયાન કુલ ત્રણ કરોડ 12 લાખ 82 હજાર 140ની મિલકત ભેગી કરી છે. જેમાં દાગીના, જમીન, મકાન સહિતનો સમાવેશ થાય છે. જે આણંદ ઉપરાંત ભરૂચ, ગાંધીનગરમાં પણ મિલકત વસાવી છે. જોકે, તેની સામે પગાર, મિલકતના ભાડા, ખેતીની આવક રૂ. એક કરોડ 67 લાખ 76 હજાર 895 ગણી શકાય તેમ છે. આમ પ્રકાશસિંહ પાસે કુલ રૂ. એક કરોડ 45 લાખ પાંચ હજાર 245 અપ્રમાણસર મિલકત હોવાનું ખુલ્યું છે. આ અંગે એસીબીએ વધુ એક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રકાશસિંહ રાઓલે પહેલી એપ્રિલ, 2009થી 31મી માર્ચ, 2018 દરમિયાન રૂ.49 લાખ 83 હજાર 500 રોકડ રકમ તેના જુદા જુદા બેંક એકાઉન્ટમાં જમા કરાવી છે. આ ઉપરાંત તેમના પત્ની અને અન્ય પરિવારજનોના નામે રૂ.51 લાખ 29 હજાર 774ની સ્થાવર અને જંગમ મિલકત ખરીદી ખર્ચ પેટે ચુકવ્યાં છે.

વહીવટદાર તરીકે પ્રકાશસિંહ જિલ્લાભરમાં પકડાયો હતો

પોલીસ કોન્સ્ટેબલ તરીકે કારકિર્દી શરૂ કરનારા પ્રકાશસિંહનું શરૂઆતથી જ બેડામાં વજન રહ્યું છે. એલસીબીમાં વહીવટદાર તરીકે પકડાયો હતો. એલસીબીમાં ફરજ દરમિયાન જિલ્લાના કોઇ પણ પોલીસ સ્ટેશનમાં અધિકારીની બદલી કરાવી શકતો હતો.

એસીબીએ ટોલ ફ્રી નં. 1064 જાહેર કર્યો
પ્રદીપસિંહ ઝાલા સહીત અન્ય કોઇ અધિકારીએ બેનામી મિલ્કતો વસાવી હોય તો તેની માહિતી તથા મની લોન્ડરીંગના વહેવારોની જાણ કરવા માટે એસીબી કચેરી ટોલ ફ્રી નંબર 1064 ફોન નં. 07922860341/42/43 ઉપર જાણ કરવા જણાવ્યું હતું.

પ્રકાશસિંહ અમદાવાદ રેન્જનો વહીવટદાર હતો
પ્રકાશસિંહ ઝાલા આણંદ રૂરલ પોલીસ મથકેથી નોકરીની શરૂઆત કરી હતી ત્યારબાદ ખંભાત, પેટલાદ, આણંદ એલસીબી સહીત ના પોલીસ સ્ટેશનોમાં નોકરી કરી હતી આ દરમ્યાન તત્કાલીન આઇએસપીનો જમણો હાથ બની ગયો હતો અને લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ આરઆરસેલમાં નોકરીમા જોડાયો હતો ત્યારથી આણંદ શહેર સહીત સમગ્ર રાજ્યમાં બુટલેગરો પાસેથી વહીવટ લઇને ઉપર પહોંચાડતો હતો. આણંદ વિસ્તારમાં પણ ઘણી જગ્યાએ વહીવટ કર્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો