સમસ્યા:આણંદના શિવ કોમ્પલેક્ષ પાસે ગટર ઉભરાતા રહીશો હેરાન

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 દિવસથી સમસ્યા, રજૂઆત છતાં કોઇ ઉકેલ નહીં

આણંદ શહેરના લક્ષ્મી ચોકડી નજીક ચરોતર બેંક સામે આવેલ શિવ કોમ્પલેક્ષમાંથી ગટરના ગંદા પાણી ઉભરાઇને રોડ પર વહેતા હોવાથી ભારે દુર્ગધ મારે છે. છેલ્લા 8 દિવસથી ગટરના ગંદા પાણી ઉભરાતા હોવાથી સ્થાનિક દુકાનદારો સહિત રાહદારીઓને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.જીવાતોનો ઉપદ્વવ વધી ગયો હોવાથી રોગચાળો થવાની સંભાવના વર્તાઇ રહી છે. જે અંગે સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરવા છતાં ચૂંટણી ટાંણે કોઇ સાંભળવા તૈયાર નથી. જેથી લોકોને હાલાકીઓનો સામનો કરવો પડે છે.

આણંદ શહેર સહિત જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી લઇને સામાન્ય કામો પર મોટી અસર પડતાં સ્થાનિક લોકો હેરાન થઇ રહ્યાં છે. આણંદ શહેરના વોર્ડ નં 10 આવેલા ચરોતર બેંક સામે શિવ કોમ્પલેક્ષ આવેલું છે. આ કોમ્પલેક્ષમાંથી છેલ્લા 8 દિવસથી ગટરના ગંદા પાણી ઉભરાઇને મુખ્યમાર્ગ પર આવી રહ્યાં છે. તેમ છતાં આ વિસ્તારમાં ચોકપ થઇ ગયેલી ગટર લાઇન સાફ કરવામાં આવતી નથી. જેના કારણે રોડ પર ગટરના ગંદા પાણી ફેલાઇ ગયા છે.જેથી ગંદકી વધી ગઇ છે.તેમજ ભારે દુર્ગધ મારે છે.

તેમજ લોકોને તેમાં પગ મુકીને પસાર થવું પડે છે. જેના કારણે રોગચાળાની દહેશત વર્તાઇ રહી છે. જે અંગે સ્થાનિકોએ કાઉન્સિલર સહિત પાલિકામાં રજૂઆત કરી હોવા છતાં 8 દિવસથી ગટરલાઇનની સાફસફાઇ હાથધરવામાં આવતી નથી.

ભારે દુર્ગંધથી દુકાનદારો ત્રસ્ત
છેલ્લા 8 દિવસથી શિવ કોમ્પલેક્ષમાંથી ગટરના ગંદા પાણી ઉભરાઇ રહ્યાં છે. રોડ પર પાણી ફરી વળે છે. જેના કારણે ભારે દુર્ગધ મારે છે. તેમજ મચ્છરો ઉપદ્રવ વધી ગયો છે. લોકોને ગંદાપાણી પડીને અવરવજર કરવી પડે છે. > વી.એમ. પરમાર, વેપારી, આણંદ

અન્ય સમાચારો પણ છે...