તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વકીલ લાંચ લેતા ઝડપાયો:આણંદમાં કોર્ટનો સરકારી વકીલ ન્યાયનો સોદો કરતો ઝડપાયો, નડિયાદ એસીબીએ 35 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

આણંદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
આરોપી સરકારી વકીલ યજ્ઞેશ ઠાકર - Divya Bhaskar
આરોપી સરકારી વકીલ યજ્ઞેશ ઠાકર
 • પેટલાદ એડી.સેસન્સ કોર્ટે ફરીયાદીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો
 • સરકારી વકીલ દ્વારા કાયદાનો નો સોદો કરતા પકડવાનો રાજ્યમાં આ પ્રથમ કિસ્સો હોવાનું જાણવા મળેલ છે
 • પેટલાદ એડી.સેસન્સ કોર્ટ વિરુધ્ધ સરકાર પક્ષે હાઇકોર્ટમાં અપીલ ન કરવા સારૂ આરોપી સરકારી યજ્ઞેશ ઠાકરે 80 હજાર માંગ્યા હતા ,

આણંદ જિલ્લામાં કાયદાનો કાળો વેપાર કરતો સરકારી વકીલ ઝડપાતા વકીલ આલમમાં હડકંપ મચી છે.અપરાધ ને કલંક સમજતા અને નિર્દોષતા સાબિત કરવા ન્યાય માટે ધક્કા ખાતા અને પોતાનું સર્વસ્વ ગુમાવી ન્યાયની માટે ઝઝૂમતા નાગરિકોની નિર્દોષતાનું નિકંદન કરતા કિસ્સાઓ ન્યાય પાલિકાઓનું કલંક છે.પેટલાદ કોર્ટે નિર્દોષ છોડી દીધેલ વ્યક્તિને આણંદ એ.પી.પીએ હાઈકોર્ટમાં અપીલ ન કરવાનો અભિપ્રાય આપવા મોટી રકમની માગણી કરતા ફરિયાદીએ એસીબી ને જાણ કરી લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપાવી દેતા ન્યાય સંકુલમાં ખળભળાટ મચ્યો છે.

આણંદ જિલ્લામાં ન્યાયપાલિકા માં ચાલતો ભ્રષ્ટાચાર એસીબી ના હાથે ઝડપાયો છે.સરકારી વકીલ જ આ અપરાધની ગુનેગારી માં ઝડપતા કોર્ટ સંકુલમાં ન્યાય અપાવવાની હાટડીઓ લઈ ફરતા દલાલો અને વકીલોમાં દોડભાગ મચી છે.પ્રાપ્ત માહિતી મુજબ ફરીયાદી વિરૂધ્ધ પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2017ના રોજ ગુનો દાખલ થયેલ હતો.જે કેસમાં એડી.સેસન્સ કોર્ટ, પેટલાદ ખાતે ચાલી જતા ફરીયાદીને કોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ તા.13/1/2021ના રોજ કરવામાં આવેલ હતો.

જે હુકમ વિરૂધ્ધમાં સરકાર પક્ષે હાઇકોર્ટમાં અપીલ ન કરવા સારૂ આરોપી યજ્ઞેશ હરેશપ્રસાદ ઠાકર , આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીક્યુટર ,એ.પી.પી.તરીકે અભિપ્રાય ન આપવા માટે ફરીયાદીનો સંપર્ક કરી રૂ. 80 હજાર ની લાંચની માંગણી કરી હતી.પ્રથમ રૂ.40 હજાર ફરીયાદીએ આપવા અને બાકીના 40 હજાર અપીલ ન કરવાનો હુકમ આવેથી આપવા તેમ જણાવી ફરીયાદી પાસેથી ટોકન લાંચ પેટે રૂ.5 હજાર ત્રણેક દિવસ પહેલા લીધેલા હતા.

ફરિયાદી બાકીના લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા ન હોઇ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદી દ્વારા ક્રિશીવ કોમ્પ્લેક્ષ, સ્વામી નારાયણ મંદિર રોડ,પેટલાદ ખાતે આરોપી સરકારી વકીલ યજ્ઞેશ હરેશપ્રસાદ ઠાકરને બોલાવતા તેઓ સ્થળ ઉપર લાંચની રકમ લેવા પહોંચ્યા હતા.જ્યાં એસીબી અધિકારીઓ એ આરોપી યજ્ઞેશ ઠાકર ને રૂ.35 હજારની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો.

સરકારી વકીલ દ્વારા કાયદાનો નો સોદો કરતા પકડવાનો રાજ્યમાં આ પ્રથમ કિસ્સો હોવાનું જાણવા મળેલ છે.એસીબી ની સતત અને સખ્ત કાર્યવાહી થી લાંચિયા અધિકારીઓ અને તેમના દલાલો માં ફફડાટ વ્યાપ્યો છે.કાયદા ના સિધ્ધાંતો અને ન્યાયની ગરિમા નો વેપાર કરતા અનેક તત્વો હજુ પણ કાયદાની પકડ થી દૂર છે.નિર્દોષ નાગરિકોની આંખમાં લોહીના આંસુ લાવતા આવા લાંચિયા તત્વો અને કડદાબાજ વકીલો વિરુધ્ધ સખ્ત કાર્યવાહી ની માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો