ગમગીની:આફ્રિકાના કોંગોમાં ગોળી મારીને આણંદના આશાસ્પદ યુવકની હત્યા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકના માતા પિતા પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા હતા. - Divya Bhaskar
મૃતકના માતા પિતા પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા હતા.
  • ઓફિસથી ઘરે જતી વેળા કાર આંતરી હુમલો
  • માતા-પિતાને વિદેશ મોકલવા અઢી કલાકમાં પાસપોર્ટ ઇશ્યુ કરાયો

ગુજરાતમાં પાસપોર્ટ માટેની એપોઇન્ટમેન્ટ લગભગ એક મહિના પછી મળી રહી છે ત્યારે જ મંગળવારે બપોરે અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં પહોંચેલાં આણંદના દંપતીને માત્ર અઢી કલાકમાં જ પાસપોર્ટ ઈશ્યુ કરવામાં આવી દેવાયો હતો. દુ:ખદ બાબત તો એ હતી કે, દંપતીના પુત્રની આફ્રિકાના કોંગોમાં હત્યા કરાઈ હતી.

આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આણંદ ખાતે હસન અલી ધાનાણી અને તેમના પત્ની રોસીનાબાનુ ધાનાણી રહે છે. તેમનો પુત્ર આઝીમાં આફ્રિકાના દેશ કોંગોમાં કામ કરતો હતો. ગત રોજ ઓફિસ બંધ કરીને તે તેના ઘરે જતો હતો ત્યારે જ સ્થાનિક વિસ્તારના કેટલાંક અસામાજિક તત્વોએ તેની ગાડી ઉપર હુમલો કર્યો હતો અને ફાયરિંગ કર્યું હતું. એ પછી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતા જ ગંભીર રીતે ઈજા પામેલા આઝીમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ પરિવારમાં થતાં જ તેમના પર આભ તૂટી પડ્યું હતું. દંપતી પાસે તો પાસપોર્ટ પણ હતો નહીં. સામાન્ય રીતે પાસપોર્ટ મળતાં એકથી દોઢ મહિનાનો સમય થતો હોય છે. ત્યારે સમગ્ર મામલે તુરંત પાસપોર્ટ મળે અને વિદેશ પહોંચી શકાય તે હેતસુર દંપતી ગુલબાઈ ટેકરા સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કચેરીમાં પહોંચ્યા હતા. જ્યાં તેમની વિનંતીને માન આપીને પાસપોર્ટ ઓફિસર રૈન મિશ્રાએ તેમની મુલાકાત કરી હતી.

સમગ્ર બનાવની હકીકત જાણ્યા બાદ આખરે પાસપોર્ટ ઓફિસર મિશ્રાએ પોતાના સ્ટાફના હરેશ માલાણી, પ્રશાંત શર્મા અને અભિષેકને કામે લગાડી દીધા હતા. અને કોઈપણ એપોઇન્ટમેન્ટ વગર તેમની પરિસ્થિતિને પ્રાયોરિટી આપીને પાસપોર્ટ ઓફિસ દ્વારા માત્ર અઢી કલાકમાં ધાનાણી દંપતિના પાસપોર્ટ ઈશ્યૂ કરી તેમને હાથો હાથ પાસપોર્ટ આપી દેવાયા હતા. જેથી જવાની તૈયારી શરૂ કરી દીધી હતી.

સામાજિક જવાબદારી નિભાવી: રેન મિશ્રા
ધાનાણી પરિવારના સભ્યોએ પણ પાસપોર્ટ ઓફિસની કામગીરીને લીધે જ તેઓ તાત્કાલિક કોંગો જઈ શકશે તેમ જણાવ્યું હતું. બીજી તરફ પાસપોર્ટ ઓફિસર રેન મિશ્રાએ પણ પાસપોર્ટ ઓફિસની પણ એક સામાજિક જવાબદારી છે અને તેમણે તે નિભાવી છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...