તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:આણંદની નર્સે 2600 લોકોને વેક્સિન આપી

આણંદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિવીલમાં ફરજ બજાવતા સંગીતાબેને તહેવાર-રજાઓ ભૂલીને રસી મૂકી

આણંદ જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સંગીતાબેન મેકવાને માનવયજ્ઞમાં જોડાઇ સૌને કોરોના કવચથી સુરક્ષિત કરવા માટે દોઢ માસમાં 2600 વધુ લોકોને વેક્સિન આપીને નિષ્ઠાપૂર્વક ફજર બજાવીને માનવ સેવા કરી છે. આણંદ જનરલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ માસમથી વેક્સિન મુકવા માટે દરરોજ લાંબી લાંબી કતારો લાગે છે. અત્યાર સુધીમાં જનરલ હોસ્પિટલમાં 5 હજારથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.જેમાં સંગીતા મેકવાને અત્યાર સુધીમાં લગભગ 2600 થી વધુ લોકોને રસી મૂકી કોરોના કવચથી તેમને સુરક્ષિત કર્યા છે. તેઓ હજુ રોજેરોજ રસીઓ મૂકી એમનો રસી મૂકવાનો આંક વધારતાં જ જાય છે.

આણંદ જિલ્લા સહિત રાજ્યના સંખ્યાબંધ આરોગ્ય કેન્દ્રોમાં સેંકડો નર્સિંગ બ્રધર્સ અને સિસ્ટરસ રોજેરોજ હજારો લોકોને રસી મૂકીને લોક આરોગ્ય રક્ષા માટે રસીકરણ કામગીરી કરી રહ્યાં છે.તેઓ જણાવે છે કે છેલ્લા દોઢ મહિનાથી સતત રસી મૂકવામાં આવી રહી છે. અમે રવિવાર અને તહેવારની રજાઓ ભૂલી ને અમે રસી મૂકી રહ્યાં છે. અને તેઓ એટલા તો હળવા હાથે રસી મૂકે છે કે સોય ભોંકે તો ખબર જ પડતી નથી. આ કર્મયોગીઓ સાવ મૌન રહીને લોકોને કોરોના સામે આરોગ્ય રક્ષક કવચ પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

તબીબી અધિકારી ડો.અમર પંડ્યા જણાવે છે કે અમારી જનરલ હોસ્પિટલમાં રસીકરણની સફળતાનું શ્રેય આ નિસ્વાર્થ કર્મયોગીઓના ફાળે જાય છે. આમ, આવા કર્મયોગીને કારણે જ સેવાની સરસવણી વહેતી રહે છે.આણંદ સિવીલ હોસ્પિટલમાં કોરોનાની મહામારી થી લઈ વેક્સિન સુધીની કામગીરીમાં જોડાયેલ નર્સિંગ સ્ટાફે અત્યાર સુધીમાં 5 હજાર લોકોને વેક્સિન આપી છે. તેમજ 1500થી વધુ કોરોના દર્દીઓની એક વર્ષ સુધી સારવાર કરી છે. વેક્સિનની કામગીરીમાં સંગીતાબેન છેલ્લા 65 દિવસથી કામ કરી રહ્યા છે. તેઓ લોકોને હાથે દર્દ ઓછું થાય તેનું ધ્યાન પૂર્વક સંભાળ રાખી રસી આપતા હતા, આમ, સૌ એ સિવિલની કામગીરીને બિરદાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો