તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand's Man Wins In Consumer Court Against Insurance Company, Court Orders Company To Pay Compensation With 9 Per Cent Interest

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:આણંદના વ્યકિતની વીમા કંપની સામે ગ્રાહક કોર્ટમાં જીત, કોર્ટે કંપનીને 9 ટકા વ્યાજ સાથે વળતર ચુકવવા હુકમ કર્યો

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • માનસિક ત્રાસ અને અરજી ખર્ચની રકમ આપવા પણ આદેશ

આણંદના વ્યકિતને માથામાં દુ:ખાવાની ફરિયાદ થવાથી તેઓએ સ્થાનિક તબીબને બતાવ્યું હતું. દર્દમાં રાહત ન થતા ચેન્નાઇની હોસ્પિટલમાં ઓસીપીટલ નર્વ સ્ટીમ્યુલેટરનું ઓપરેશન કરાવ્યું હતું. તેઓ સ્ટાર કોપ્રનેન્સીવ ઇન્સ્યોરન્સ પોલિસી ધરાવતા હોવાથી સારવાર ખર્ચના રૂ. 10.10 લાખનો જરુરી પુરાવા, તબીબી દસ્તાવેજી સહિતનો કલેઇમ વીમા કંપનીમાં મોકલ્યો હતો. જે બાબતે વીમાકંપનીએ કલેઇમ મળવાપાત્ર ન હોવાનું જણાવ્યું હતું. આથી કલેઇમના નાણાં મેળવવા તેઓએ આણંદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી. જેમાં તમામ પુરાવા, દલીલો સહિતની બાબતોને ધ્યાને લઇને ગ્રાહક કોર્ટે ફરિયાદીને સારવાર ખર્ચની પૂરેપૂરી રકમ વ્યાજ સહિત ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતોમાં આણંદમાં રહેતા પરેશભાઇ પંચાલ સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સની પોલિસી ધરાવતા હતા. પોલિસી ચાલુ હોવા દરમ્યાન તેઓને માથામાં અસહ્ય દુ:ખાવો થતા સ્થાનિક ડોકટરને બતાવ્યું હતું. પરંતુ દર્દમાં રાહત ન થતા તેઓએ ચેન્નઇમાં આવેલ ગ્લેનઇગલ ગ્લોબલ હેલ્થ સીટી હોસ્પિટલમાં બતાવ્યું હતું. જયાં ડોકટરે જરુરી ટેસ્ટ તથા એમઆરઆઇ કરીને તાત્કાલિક ઓસીપીટલ નર્વ સ્ટીમ્યુલેટરનું ઓપરેશન કરવા જણાવ્યું હતું. આથી પરેશભાઇએ તા. 18 ઓકટો.2017 ના રોજ હોસ્પિટલમાં દાખલ થઇને ઓપરેશન કરાવ્યું હતું. સારવારનો કુલ ખર્ચ રૂ.10,10,918/- થતા તેઓએ અસલ દસ્તાવેજો સાથે કલેઇમ ફોર્મ વીમા કંપનીમાં મોકલ્યું હતું. કલેઇમ મળવાપાત્ર ન હોવાનું જણાવીને વીમા કંપનીએ ક્લેઇમ નામંજૂર કર્યો હતો.આથી પોલિસી ધારક પરેશભાઇ પંચાલે પોતે સારવાર લીધેલ ડોકટરનું સર્ટિફિકેટ પણ વીમા કંપનીને મોકલી નાણાં ની માંગણી કરી હતી .તમામ પુરાવાઓ આપવા છતાં વીમા કંપની દ્વારા કલેઇમ નામંજૂર કરતા આણંદ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી.

ગ્રાહક કોર્ટમાં વીમાકંપનીએ જવાબ રજૂ કર્યો હતો કે, ઓસીપીટલ નર્વ સ્ટીમ્યુલેટરની સારવાર બહારના દર્દી તરીકે પણ લઇ શકાય. આ થેરાપી ખાસ કરીને માથા માટે અપાતી સારવાર છે. તેમાં ઇલેકટ્રોલ અને પલ્સ જનરેટર છાતી અને પેટ અથવા પાછળના ભાગે ઇન્સ્ટોલ કરવામાં આવે છે. સારવરના દિવસે જ દર્દીને રજા આપી શકાય છે. આ થેરાપી ભારતમાં અન-પ્રુવન સારવાર ગણાય છે અને ઇરડાની ગાઇડલાઇન મુજબ આ પ્રકારની થીયરી ફકત અખતરા માટે કરવામાં આવે તેને સારવાર કહી શકાય નહી.

આથી ફરિયાદી કલેઇમની રકમ મેળવવા હકદાર નથી. વધુમાં વીમાકંપનીએ જણાવ્યું હતું કે, ફરિયાદીને ઇશ્યૂ કરાયેલ પોલિસીની મર્યાદામાં શરતો મુજબ રૂ. 8,26,430/- થી વધુ રકમ ફરિયાદીને મળવાપાત્ર ન હોવાથી ફરિયાદ રદ કરવી.

કોર્ટે નોંધ્યું હતું કે, ડોકટરના પત્રમાં જણાવાયું છે કે, આખી દુનિયામાં હોસ્પિટલાઇઝેશન વગર કોઇ સ્થળે આ પ્રકારે સારવાર થતી નથી. જો આ સારવાર અન-પ્રુવન હોય તો તે અંગે પ્રથમ વખતના નો-કલેઇમ લેટરમાં વીમા કંપનીએ હકીકત દર્શાવી હોત. વધુમાં અન-પ્રુવન સારવાર હોવાનો નિષ્ણાંત ડોકટરની એફીડેવીડ કે પુરાવો રજૂ કર્યો નથી. વધુમાં વીમાકંપનીએ રજૂ કરેલ લીટરેચર વિદેશી કંપનીનું છે. જયારે પોલિસી ભારતમાં ઉતરાવેલ છે. આથી ફરિયાદીના વ્યાજબી વીમા દાવાને જુદા જુદા વખતે, જુદા કારણસર પોલિસીની શરતો મુજબ બાકાત રાખવાનો વીમાકંપનીનો નિર્ણ યોગ્ય ઠરાવી શકાય નહી.

આથી બોનસ સહિતની કુલ વીમા રકમ 10 લાખની મર્યાદામાં કલેઇમ ચૂકવવા વીમાકંપની જવાબદાર બને છે. આમ, ગ્રાહક કોર્ટે કરેલ હુકમમાં ફરિયાદીને રૂ. 10 લાખ બે માસમાં વાર્ષિક 9 ટકા લેખે વ્યાજ સાથે ચૂકવવા તેમજ માનસિક ત્રાસના રૂ. 5 હજાર અને અરજી ખર્ચના રૂ. 3 હજાર અલગથી ચૂકવવા વીમાકંપનીને હુકમ કર્યો હતો.

પેટલાદના વીમા ધારકની પણ ગ્રાહક કોર્ટમાં જીત થઈ
પેટલાદ તાલુકાના સુણાવના વ્યકિત ફેમીલી મેડીકેર પોલિસી ધરાવતા હતા. જેઓના પુત્રને હોસ્પિટલમાં દાખલ થઇને વાયરલ હેપેટીટાઇસની સારવાર આપવામાં આવી હતી. જેની સારવાર ખર્ચનો કલેઇમ વીમા કંપનીએ ન ચૂકવતા આણંદ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે તમામ બાબતો, દસ્તાવેજી પુરાવા સહિતના અભ્યાસ બાદ વીમા કંપની વિરુદ્વ ચુકાદો આપ્યો હતો. જેમાં ફરિયાદીને સારવાર ખર્ચની રકમ 23,344/- વ્યાજ સહિત તથા માનસિક ત્રાસ, અરજી ખર્ચના 3 હજાર પણ ચૂકવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો