પાંચમા દિવસે આંદોલન ઉગ્ર બન્યું:આણંદના ઈન્ટરશિપ વેટરનરી ડોકટરોનું સરકાર સામે ઉગ્ર આંદોલન, આજે મુંડન કરાવીને અનોખો વિરોધ કર્યો

આણંદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચમાં દિવસે ઇન્ટરનશિપ ડોક્ટરોની ધિરજ ખૂટી

આણંદ જિલ્લા ખાતે અનિશ્ચિતકાળની હડતાલ પર ઉતરેલા ઇન્ટરનશિપ વેટરનરી ડોકટરો પીછેહઠ કરવાના મૂડમાં નથી. ત્યારે ત્રીજા દિવસે પોતાના લોહીથી પત્ર લખીને મુખ્યમંત્રી સહિત સંબંધિત તંત્રને મોકલ્યા બાદ આજે પાચમાં દિવસે વિદ્યાર્થીઓએ મુંડન કરાવી અને ભૂખ હડતાળ પર બેસીને વિરોધ કર્યો હતો. ત્યારે આમ સતત પાંચ દિવસથી ચાલતી આ હડતાલને પગલે હજુ સરકારી તંત્ર દ્વારા કોઈ પ્રતિક્રિયા પણ આપવામાં આવી રહી નથી. સરકાર આ મામલે ગંભીરતા દાખવવામાં આવતી ન હોઈ સામાન્ય પ્રજામાં પણ વિદ્યાર્થીઓ પ્રત્યે અનુકંપા ઉદભવી રહી છે.

વિદ્યાર્થીઓ જનસમર્થન
વેટરનરીના અંતિમ વર્ષનો અભ્યાસ કરી રહેલા ઈન્ટરનશિપ ડોક્ટરો સરકાર સામે બાયો ચઢાવી લડી લેવાના મૂડમાં છે. ત્યારે સરકાર દ્વારા તેમની હડતાલને લઈન કોઈ જ પ્રતિક્રિયા આપવામાં નહીં આવતા વિધાર્થીઓ આજે રોષે ભરાયા હતા. પ્રત્યેક દિવસે અનોખો વિરોધ કરી સરકારનું ધ્યાન ખેંચવાના પ્રયત્નો કરી રહ્યા છે. આજે વિદ્યાર્થીઓએ મુંડન કરાવી ઉપવાસ પર બેઠા છે એ વિરોધને લઈ જાહેર નાગરિકોમાં પણ વિદ્યાર્થીઓ જનસમર્થન મળી રહ્યુ છે.

સમસ્યાના નિવારણની માંગ
અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લાની કામધેનુ યુનિવર્સિટી અંતર્ગતની આણંદ વેટરનરી કોલેજ ખાતે અભ્યાસ કરતા અને અંતિમ વર્ષે ઇન્ટરનશિપ કરતા વિદ્યાર્થીઓના ઓછા ભથ્થાના અન્યાયને લઈને વિરોધ થઈ રહ્યો છે. ત્યારે પ્રથમ દિવસે અને બીજા દિવસે રેલી કાઢીને વિરોધ કર્યા બાદ ત્રીજા દિવસે ઇન્ટરનશિપ વેટરનરી ડોક્ટરોએ પોતાના લોહીથી પત્ર લખીને ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક હોદ્દેદારોને પત્ર લખીને આ મુદ્દે જલદી નિરાકરણ લાવવાની માંગણી કરી હતી. જે બાદ પણ સરકાર તરફથી કોઈ જ પ્રતિઉત્તર નહિ મળતાં શુક્રવારે આણંદ વેટરનરી કોલેજ ખાતે પોતાના મુંડન કરાવી અનોખો વિરોધ દ્વારા તંત્રના દ્વાર ખખડાવી નિરાકરણની માંગણી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...