• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand's Housing Model! 308 Houses Built For The First Time Worth 9 Crores, Left Unfinished For 7 Years And Fell Into Ruins, Now Needing 1.70 Crores For Repairs

ભાસ્કર એક્સક્લુઝિવ:આણંદનું આવાસ મોડેલ! પહેલીવાર 9 કરોડના 308 ઘરો બનાવ્યા, 7 વર્ષે અધૂરા રહેતા ખંડેર થયા, હવે રિપેર કરવા 1.70 કરોડનું આંધણ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટર સાથેની મડાગાંઠમાં કામ અટક્યું અને પાલિકાની બેદરકારીથી 308 પરિવારોના ઘરનું સપનું અધૂરું

આંણદમાં પહેલીવાર 2015માં આવાસ યોજનાનો પ્રોજેકટ હાથ ધરાયો હતો. જો કે 7 વર્ષ સુધી પાલિકાની બેદરકારીના પાપે પ્રોજકટ અધૂરો રહેતા 308 પરિવારોનું ઘરનું સપનુ ધૂંધળુ બન્યુ છે. આટલુ જ નહીં હવે આ આવાસો જર્જરિત બની રહ્યા છે. જેને પગલે પાલિકાએ રિપેરિંગ માટે રૂા. 1.70 કરોડનો ખર્ચ કરવો પડશે.

મુખ્યમંત્રી આવાસ યોજના
આણંદ શહેરના સલાટીયા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત 9 કરોડના ખર્ચે 7 વર્ષ પૂર્વે 308 આવાસોનુ નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. માત્ર દોઢ વર્ષમાં 240 વધુ આવાસો તૈયાર થઇ ગયા હતા. થોડી ઘણી કામગીરી બાકી હતી. જો કે, પાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચે સર્જાયેલી મડાગાંઠના કારણે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રોજેક્ટની કામગીરી અધુરી છે. જાળવણીના અભાવે નવનિર્મિત બિલ્ડીંગ જર્જરીત બન્યુ છે. જેના સમારકામ માટે નગર પાલિકા1.70 કરોડનો ખર્ચો કરશે. આમ તંત્રની બેદરકારી થી લાભાર્થીઓને સમયસર લાભ ન મળતાં આર્થિક મુશ્કેલીઓમાં મુકાઇ ગયા છે.

પાલિકા દ્વારા આવાસ યોજના બનાવવામાં આવી
આણંદ શહેરના સલાટીયા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના દ્વારા લાભાર્થીઓને ઘરનું ઘર મળી રહે તે હેતુથી પાલિકા દ્વારા આવાસ યોજના બનાવવામાં આવી હતી. જે તે સમયે આ આવાસ યોજના સંદર્ભે મોટા મોટા દાવા કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત લાભાર્થીઓને ડ્રો કરીને મકાન પણ આપવામાં આવ્યાં હતાં. જેમાં તત્કાલીન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યાં હતાં.

પ્રોજેક્ટની કામગીરી અધુરી
આ મકાન માટે લાભાર્થીઓ પાસેથી રૂ. 17 હજાર ડિપોઝીટ પણ લેવામાં આવી હતી. અહીં સાત બ્લોકમાં કુલ 308 મકાન બનાવવામાં આવ્યાં હતાં. પરંતુ પાંચ વર્ષથી આ પ્રોજેક્ટની કામગીરી અધુરી છોડી દેવામાં આવી છે. જેના કારણે લાભાર્થીઓ છતે આવાસે અહીં તહીં ભટકી રહ્યાં છે. આ અંગે પાલિકામાં અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલાં ભરવામાં આવતાં નથી.જેના કારણે દિવસે દિવસે લાભાર્થીઓની સ્થિતિ કથળી રહી છે.

રૂ. 5.13 લાખ વળતર આપવા લાભાર્થીનો ગ્રાહક ફોરમમાં દાવો
2017માં સાલાટિયા વિસ્તારમાં આવાસ માટે ડિપોઝિટી પેટે અમે રૂા 17 હજાર ભર્યા હતા. આવાસ તૈયાર થઇ ગયા હતા. માત્ર સામાન્ય કામ બાકી હતું પાલિકા તે કામ પૂર્ણ કરીને પઝેશન છેલ્લા બે વર્ષથી ન આપતાં ખંડેરમાં ફેરવાઇ ગયા છે. 2017 થી 2022 સુધીમાં એટલે કે 5 વર્ષનું ભાડુ રૂા 3 લાખ અને દરવખતે મકાન તબદીલી ખર્ચ અને અન્ય ખર્ચ મળી રૂા 2.13 લાખ મળી કુલે 5.13 લાખ ચુકવી આપવા માટે આણંદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ફરિયાદ કરીને ન્યાયની માંગ કરી છે. - અયશાબેન વહોરા, લાભાર્થી ,આણંદ

30 ટકા કામ બાકી હતું અને કોન્ટ્રકટરે કામગીરી બંધ કરી દીધી
આ અંગે આઇ.એ. વ્હોરાએ જણાવ્યું હતું કે, સલાટિયા વિસ્તારમાં પાંચ વરસ પહેલા 70 ટકા કામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરે કામ છોડી દીધું છે. અહીં સુરક્ષાની કોઇ જ વ્યવસ્થા નથી. જેના કારણે અસામાજીક તત્વોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. જે લાભાર્થીઓને આવાસ ફાળવી દેવામાં આવ્યાં છે, તેમને તાત્કાલિક આવાસ પૂર્ણ કરી આપી દેવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...