આણંદ જિલ્લાની ચૂંટણીના લેખા-જોખા:આણંદની આઠ બેઠક પર 1972માં 6.20 લાખ મતદારો સામે 1995માં 11.56 લાખ મતદારો નોંધાયાં, 23 વર્ષમાં મતદારો બે ગણાં થઇ ગયાં

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લાના ઉદ્દભવ પહેલાં બૃહદ ખેડામાં સમાવેશ થતો હતો. જેતે માત્ર ચાર તાલુકામાં વહેંચાયેલા આ જિલ્લામાં કુલ આઠ વિધાનસભા બેઠક હતી. જોકે, વિકાસ સાથે વસતીમાં વધારો થયો છે. આણંદ જિલ્લાની આઠ વિધાનસભામાં 1972માં 6,20,127 મતદારો હતાં. તેની સામે 1995માં 11,56,430 મતદારો નોંધાયાં હતાં. તેમાંય 8,01,332 મતદારોએ મતદાન કર્યું હતું. આમ, 1972ની સાલના કુલ મતદારો કરતાં પણ વધુ મતદારોએ 1995માં મતદાન કર્યું હતું.

20મી ફેબ્રુઆરી 1995નું મતદાન
બૃહદ ખેડા જિલ્લાની હાલના આણંદ જિલ્લાને સ્પર્શતી ઉમરેઠ, આણંદ, સારસા, પેટલાદ, સોજીત્રા (એસ.સી.), બોરસદ, ભાદરણ અને કેમ્બે (ખંભાત) ની બેઠકો મળી કુલ 8 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ તમામ બેઠકોના નોંધાયેલા કુલ મળીને 11,56,430 મતદારોની સામે 8,01,332 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સામાન્ય ચૂંટણી અન્વયે 20મી ફેબ્રુઆરી 1995ના રોજ મતદાન યોજાયું હતું. આ 8 વિધાનસભા મતદાર વિભાગ માટેના ચૂંટણી જંગમાં 93 પુરૂષ અને 4 મહિલા ઉમેદવાર મળી કુલ 97 ઉમેદવારો ઊભા હતાં. જેમાં 4 મહિલા ઉમેદવારો પૈકી 3 અને 93 પુરૂષ ઉમેદવારો પૈકી 74 ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી હતી. આ તમામ બેઠકોમાંથી આણંદ બેઠક પર સૌથી વધુ 16 ઉમેદવારો પૈકી 15 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી આ ચૂંટણીમાં સારસા બેઠક પર પુરૂષ મતદારો કરતા વધુ મહિલા મતદારો નોંધાયા હતા. 20મી ફેબ્રુઆરી, 1995ના રોજ મતદાન થયું હતું. આ ચૂંટણીમાં 8 બેઠકો ઊપર કુલ મળી નોંધાયેલા 11,56,430 મતદારોની સામે 8,01,332 મતદારોએ મતદાન કર્યુ હતું.

કઇ બેઠક પર શું સ્થિતિ રહી હતી?
ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગમાં 67,927 પુરૂષ અને 65,101 મહિલા મતદારો મળી કુલ 1,33,028 મતદારો નોંધાયેલા હતા. આ મતદારો પૈકી 52,067 પુરૂષ અને 43,345 મહિલા મતદારોએ મતદાન કરતા આ બેઠક ઉપર 71.72 ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠક પર 14 ઉમેદવારો ચૂંટણી જંગમા હતા, જેમાંથી 10 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.

15 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી
આણંદ મતદાર વિભાગમાં 1,83,299 મતદારો નોંધાયા હતા. આ નોંધાયેલા 94,572 પુરૂષ અને 88,727 મહિલા મતદારો પૈકી 60,965 પુરૂષ અને 52,105 મહિલા મતદારોએ એટલે કે 1,13,070 મતદારોએ મતદાન કરતાં 61,69 ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠક પર સૌથી વધુ 16 ઉમેદવારો પૈકી 15 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.​​​​​​​

સારસા મતદાર વિભાગમાં 1,24,875 મતદારો નોંધાયા હતા
સારસા મતદાર વિભાગમાં 62,300 પુરૂષ અને 62,575 મહિલા મતદારો મળી કુલ 1,24,875 મતદારો નોંધાયા હતા, જે પૈકી 53,133 પુરૂષ અને 45,006 મહિલાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા આ ચૂંટણીનું સૌથી વધુ 78.59 ટકા મતદાન નોંધાયુ હતું. આ બેઠક પર 9 ઉમેદવારો ચૂંટણી જંગમા હતા, જેમાંથી 6 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.

પેટલાદ મતદાર વિભાગમાં 1,33,167 મતદારો નોંધાયા હતા, જેમાં 68,751 પુરૂષ અને 64,416 મહિલા મતદારો હતા. આ મતદારો પૈકી 50,128 પુરૂષ અને 42,111 મહિલા મતદારોએ એટલે કે 92,239 મતદારોએ મતદાન કર્યું હતુ. . આ બેઠક પર 12 ઉમેદવારો ચૂંટણી જંગમા હતા, જેમાંથી 9 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.

​​​​​​​સોજીત્રા બેઠક પર​​​​​​​ 1,29,294 મતદારો નોંધાયા હતા
​​​​​​​સોજીત્રા બેઠક પર નોંધાયેલા 1,29,294 મતદારોમાં 66,521 પુરૂષ અને 62,773 મહિલા મતદારો હતા. જે પૈકી 47,471 પુરૂષ અને 38,662 મહિલા મતદારો મળી કુલ 86,133 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક પર 16 ઉમેદવારો ચૂંટણી જંગમા હતા, જેમાંથી 14 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.

​​​​​​​બોરસદ બેઠક પર​​​​​​​ 1,50,003 મતદારો નોંધાયા હતા
​​​​​​​બોરસદ બેઠક ઉપર 76,949 પુરૂષ અને 73,054 મહિલા મતદારો મળી કુલ 1,50,003 મતદારો નોંધાયા હતા. જેમાંથી 56,299 પુરૂષ અને 47,155 મહિલા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા 68.97 ટકા મતદાન થયું હતું. આ બેઠક પર ચૂંટણી જંગના 8 ઉમેદવારો પૈકી 6 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.

​​​​​​​ભાદરણ મતદાર વિભાગમાં ​​​​​​​1,55,094 મતદારો નોંધાયા હતા
​​​​​​​ભાદરણ મતદાર વિભાગમાં આ ચૂંટણીમાં 80,086 પુરૂષ અને 75,008 મહિલા મતદારો મળી કુલ 1,55,094 મતદારો નોંધાયા હતા. જે પૈકી 60,573 પુરૂષ મતદારો અને 50,139 મહિલા મતદારોએ મતદાન કરતા સરેરાશ 71,38 ટકા મતદાન નોંધાયું હતું., આ બેઠક પર 11 ઉમેદવારો ચૂંટણી જંગમા હતા, જે પૈકી 8 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.

ખંભાત વિધાનસભાની બેઠક ​​​​​​​પર 1,47,670 મતદારો નોંધાયા હતા
​​​​​​​કેમ્બે (ખંભાત) વિધાનસભાની બેઠક ઉપર 76,284 પુરૂષ અને 71,386 મહિલા મતદાર મળી કુલ 1,47,670 મતદારો નોંધાયા હતા. જે પૈકી 55,396 પુરૂષ અને 46,777 મહિલા મતદારોએ તેમના અધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક પર ચૂંટણી જંગમા ઉભેલા 11 ઉમેદવારો પૈકી 9 ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી.

અન્ય સમાચારો પણ છે...