તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તર્ક-વિતર્ક:સુરતના જિલ્લા રજિસ્ટ્રારની શાપિત ખુરશી ઉપર આણંદના ધ્રુવીન પટેલની બદલી , ચાર વર્ષમાં પાંચ રજિસ્ટ્રારની થઈ છે બદલી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સહકારી માળખામાં રજિસ્ટ્રારની બદલીનો મુદ્દો બન્યો ચર્ચાનું કેંદ્ર
  • સુરતના ધૂંરધર સહકારી આગેવાનો સાથે આ યુવા અધિકારીની ભીંડત કેવી રહેશેના તર્ક વિતર્ક અને અનુમાનો સુરત અને આણંદના સહકારી આલમમાં ચર્ચિત મુદ્દો
  • આણંદ રજીસ્ટાર ઉપરાંત વડોદરા નો ચાર્જ અને ફળચા અધિકારી તરીકે 9 સહકારી બેંકોનો ચાર્જ પણ હતો

આણંદ જિલ્લા સહકારી રજીસ્ટાર ની બદલી અચાનક સુરત ખાતે થઈ છે. સીધી ભરતી થી અહીં ફરજ ઉપર નિયુક્ત થયેલ અને વડોદરા જિલ્લા રજીસ્ટાર તરીકે નો પણ ચાર્જ સંભાળનાર અધિકારી જિલ્લાના સહકારી માળખામાં વ્યવસ્થિત સેટ થયા તે અગાઉ જ જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળી તરીકે સુરત ખાતે બદલી થતા સહકારી વિભાગામા ખળભળાટ મચ્યો છે.

મહત્વનું છે કે સુરતના સહકારી માંધાતાઓના રાજકીય કકળાટ કે અન્ય કારણોસર આ પદ ઉપર કોઈ અધિકારી 1 વર્ષ થી વધુ કોઈ ટકતું નથી ત્યાં આ નવાસવા અધિકારીની આવા વિવાદાસ્પદ સ્થળે બદલી થતા વિભાગમાં તરહતરેહ ની ચર્ચાએ જોર પકડ્યું છે.જોકે આણંદ જિલ્લાની ફળચા માં ગયેલ 9 સહકારી બેંકના ફળચા અધિકારી તરીકેનો ચાર્જ હજુ પણ ધ્રુવીન પટેલ પાસે છે.

આણંદમાં છેલ્લા 6 મહિનામાં પારદર્શી કામગીરી અને રાજકીય ઝાંસા કે દબાણમાં આવ્યા વગર કામ કરવાની કુનેહ ધરાવતા ડિસ્ટ્રીકટ રજિસ્ટાર ધ્રુવીન પટેલની બદલી સુરત ખાતે થઇ છે.ડાયરેકટ ભરતી થયેલ ધ્રુવીન પટેલની બદલીને લઈ જિલ્લામાં અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.જિલ્લા માં જાન્યુઆરી માં જિલ્લા રજીસ્ટાર તરીકેનો ચાર્જ સાંભળી 90 ટકા ઉપરાંત પેન્ડિગ ફાઈલો ક્લિયર કરવા થી માંડી તારાપુર એપીએમસી ના ચકચારી કૌભાંડમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાના પ્રકરણ જેવી પ્રભાવી કામગીરીને કારણે જિલ્લાનું સ્થાનિક સહકારી રાજકારણ દબાણ માં આવી ગયું હતું.

હાલ આણંદ સહકારીક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવે છે.રાજ્યની મોટી સહકારી સંસ્થાઓ અહીં સંચાલિત થાય છે . સહકારીક્ષેત્રે દેશ અને દુનિયાને દિશા ચીંધતા સહકારી સત્તાધીશો પ્રાદેશિક રાજકારણમાં પકડ ધરાવે છે.આણંદ ના સહકારી માંધાતાઓને માપ અને મર્યાદામાં રાખવાની કુનેહ ને કારણે આ બદલી થઈ કે સુરત ના સૌથી વિવાદાસ્પદ પદ ને ઠીક કરવા આ બદલી કરાઈ તે તો આગામી દિવસોમાં જ જણાશે.આ પડકારજનક પરિસ્થિતિને સુરતના ધૂંરધર સહકારી આગેવાનો સાથે આ યુવા અધિકારી ધ્રુવીન પટેલની વહીવટી હોંશિયારી અને વહીવટી કોઠાસૂઝની ભીંડત કેવી રહેશેના તર્ક વિતર્ક અને અનુમાનો સુરત અને આણંદના સહકારી વિભાગમાં જોરશોર થી ચાલી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...