સામસામી ફરિયાદ:આણંદના લોટીયા ભાગોળમાં મોડી રાત્રે થયેલી મારામારીમાં વળતી ફરિયાદ આપી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં બે દિવસ પહેલા ઘર પાસે લઘુશંકા કરવા બાબતે થયેલી માથાકુટમાં મારામારી થઇ હતી. આ અંગે એક પક્ષની ફરિયાદ બાદ બીજા પક્ષે પણ ફરિયાદ આપતા પોલીસે કુલ ચાર શખસ સામે ગુનો નોંધ્યો હતો.

આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં સોલંકી ફળીયામાં જાહેરમાં લઘુશંકા કરવા બાબતે સલીમ અને કિશન ચાવડાને માથાકૂટ થઇ હતી. જેના પગલે કેતન ઉર્ફે બતો ઠાકોર ચાવડા, ભરત ઉર્ફે નાનજી ઠાકોર ચાવડા અને વિઠ્ઠલ બુધા ચાવડા ધસી આવ્યાં હતાં. તેઓએ સલીમ પર હુમલો કરી ગડદાપાટુનો મારમાર્યો હતો. આ ઉપરાંત કેતન ઉર્ફે બતો બેટ લઇ ધસી આવ્યો હતો અને ઝહુરશાને પીઠ પર માર્યું હતું. જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે શહેર પોલીસે કેતન ઉર્ફે બતો ઠાકોર ચાવડા, ભરત ઉર્ફે નાનજી ઠાકોર ચાવડા, કિશન વિઠ્ઠલ ચાવડા અને વિઠ્ઠલ બુધા ચાવડા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...