• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand's Businessman Hired Two Trucks And Did Not Pay The Rent Of Rs.8.65 Lakh, The Transporters Disappeared Demanding The Return Of The Trucks.

ધંધામાં દગો:આણંદના વેપારીએ બે ટ્રક ભાડે લાવી રૂ.8.65 લાખ ભાડુ ન ચુકવ્યું, ટ્રાન્સપોર્ટરો ટ્રક પરત માંગતા ગાયબ કરી નાંખ્યા

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે મહિનાથી ખોટા વાયદાઓ આપતો હતો પણ પૈસા ન આપ્યા

આણંદમાં રેતી - કપચીનું કામ કરતાં વેપારીએ વડોદરાના ટ્રાન્સપોર્ટર પાસેથી બે ટ્રક ભાડે લીધી હતી. જોકે, તેણે બે મહિનાનું ભાડુ રૂ.8.65 લાખ ચુકવ્યું નહતું. જ્યારે ટ્રાન્સપોર્ટરે ટ્રક પરત માંગતા તે આપ્યાં નહતાં. આખરે આ મામલો પોલીસ મથકે પહોંચતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાડાના એડવાન્સ રૂ.2 લાખ આપ્યા
વડોદરામાં વાઘોડીયા ચોકડી પર મારૂતી ટ્રાન્સપોર્ટ ચાલવતા હિરેનકુમાર કિરિટકુમાર શાહ પાસે ટ્રક નં.જીજે 6 બીટી 7622 અને ટ્રક નં.જીજે 6 બીટી 2150 હતાં. હિરેનકુમાર છેલ્લા કેટલાક સમયથી સાવલીના કોન્ટ્રાક્ટર ચંદુ ગરાસીયાના સંપર્કમાં આવ્યાં હતાં. તેમણે આણંદમાં માટીકામ કરતાં સફીમહંમદ સબુર વ્હોરા (રહે.રહિમાનગર) સાથે મુલાકાત કરાવી હતી. જેમાં સફીને માટીકામ માટે ટ્રક ભાડે જોઇતી હોવાની વાત કરતાં બન્ને ટ્રકનું કુલ 3.55 લાખ ભાડુ મહિને નક્કી કર્યું હતું. જે પેટે ભાડાના એડવાન્સ રૂ.2 લાખ પણ આપ્યાં હતાં.

બે મહિનાથી ખોટા વાયદાઓ આપતો હતો
આ ઉપરાંત 2જી મે,22ના રોજ એક લાખનો ચેક આપ્યો હતો. જોકે, ચેક બાઉન્સ થતાં હિરેનકુમારને શંકા ઉઠી હતી. આથી, સફી વ્હોરાને વાત કરતાં તેઓએ બાકી નિકળતા ભાડાના પૈસા પરત આપી દેવા બહાના બતાવવા લાગ્યાં હતાં. જોકે, બીજો મહિનો પણ ચાલુ થવા છતાં ભાડુ ચુકવ્યું નહતું. આમ, બે મહિનાથી ખોટા વાયદાઓ આપતો હતો. આથી, હિરેનભાઈએ પોતાના ટ્રક પરત માંગતાં સફીએ ટ્રક પરત આપવામાં પણ ગલ્લા તલ્લા શરૂ કરી દીધાં હતાં.

પોલીસે તપાસ હાથ ધરી
આખરે મામલો છેતરપિંડીનો લાગતા હિરેનભાઈએ આણંદ શહેર પોલીસ મથકે સફીમહંમદ સબુર વ્હોરા (રહે.રહીમાનગર, આણંદ) સામે 8.65 લાખની છેતરપિંડીની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...