તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:આણંદની બોરસદ ચોકડી રેલવે ફાટક આજથી ખુલ્લી, 8મી સુધી સમારકામ માટે બંધ કરાઈ હતી

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ -ખંભાત રેલ્વે લાઈન પર આવેલ બોરસદ ચોકડી ફાટક મરામતની કામગીરી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવતાં આજે સાંજે 8 કલાકે ખુલ્લી કરી દેવાશે. બોરસદ ચોકડી પર નવીન ફલાય ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે રેલ્વે વિભાગ દ્વારા બોરસદ ચોકડી પર આવેલ ફાટકનું મરામતની કામગીરી હાથ ધરાઈ હતી. જેના પગલે અમીન ઓટો રેલ્વે ફાટક અને ગણેશ ચોકડી રેલ્વે ફાટક થઈને વાહન ચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતુ.આથી ધાહન ચાલકોને પણ પાંચ કિ.મી.નો ફોગટનો ફેરો પડતો હોઈ હાલાકીઓનો ભોગ બનવું પડતું હતુ.પરંતુ તંત્ર દ્વારા રેલ્વે ફાટક પર મરામતની કામગીરીને આખરી ઓપ આપી દાવામાં આવતાં મંગળવારે સાંજે 8 કલાકે ફાટક ખુલ્લો મુકી દેવામાં આવનાર હોવાનું રેલ્વેના સૂત્રોએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો