• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand's Attack In Boriavi Demanding The Return Of The Bike Given To A Friend, Threatening To 'kill Me If I Come To Ask For The Bike'

દોસ્તીમાં દગો:આણંદના બોરિયાવીમાં મિત્રને આપેલું બાઇક પરત માંગતા હુમલો, 'બાઇક માંગવા આવીશ તો જાનથી મારી નાંખીશું' તેવી ધમકી આપી

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ પહેલા આપેલું બાઇક માંગતા તેને બોરિયાવી બોલાવી મારમાર્યો

આણંદમાં રહેતા યુવકે બોરિયાવી ગામે રહેતા તેના મિત્રને બે વર્ષ પહેલા બાઇક ફેરવવા આપ્યું હતું. જે તેણે પરત માંગતા મિત્ર અને અન્ય ચાર શખસે તેને લોખંડના પાઇપ અને પટ્ટાથી મારમારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાઇક માંગતા મારમાર્યો
દોસ્તી - યારીમાં ઉપયોગી થવા બાબતે ઘણીવાર ગજબ બનાવો બનતા હોય છે. સંબંધ સાચવવા જતા ક્યારેક મૂર્ખ બનવાનો પણ અહેસાસ થાય છે. આણંદ શહેરના વ્યાયામ શાળા નજીક આવેલા સ્ટેટસમાં રહેતા અમિત જશવંતસિંહ ચૌહાણ (ઉ.વ.45) ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે અને તેઓએ તેમનું બાઇક બે વર્ષ પહેલા બોરિયાવી ગામે રહેતા તેના મિત્ર રાજા ચંદુ રાઠોડને ફેરવવામાં આવ્યું હતું. જોકે, કોઇ કારણસર અમિતને જરૂર પડતાં તેણે આ બાઇક રાજા પાસે પરત માંગ્યું હતું. આથી, રાજાએ તેને 26મી જુલાઇના રોજ બોરિયાવી ગામે બોલાવ્યો હતો. જ્યાં રાજા ઉપરાંત જીગો ઉર્ફે જીગલો ઉર્ફે બટકો, રાકેશ કાળો ઉર્ફે કાળીયો સહિતના શખસો હાજર હતાં.

પોલીસે તપાસ હાથ ધરી
આ સમયે અમિતે રાજા પાસેથી બાઇક માંગતા ઝઘડો થયો હતો. જેમાં આ શખસોએ તેના પર હુમલો કરી મારમારવા લાગ્યાં હતાં. આથી, ગભરાયેલો અમિત નજીકના ખેતરમાં ભાગ્યો હતો. જ્યાં પણ લોખંડની પાઇપથી મારમારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત ફરી બાઇક માંગવા આવીશ તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. આ અંગે અમિત ચૌહાણે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે રાકેશ કાળો ઉર્ફે કાળીયો, જીગો ઉર્ફે જીગલો ઉર્ફે બટકો, રાજા ચંદુ રાઠોડ અને તેના મિત્ર સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...