અનોખી ઉજવણીનું આયોજન:આણંદની અમુલ ડેરી દ્વારા 'માત્ર એક પૃથ્વી' થીમ પર પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રકૃતિ સાથે સુમેળ બનાવીને જીવવા ચેરમેન રામસિંહ પરમાર દ્વારા અપીલ

આણંદની અમુલ ડેરી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ચેરમેન રામસિંહ પરમાર, એમડી અમિત વ્યાસ, સેલ્સ એન્ડ માર્કેટિંગના હેડ ડો. ગોપાલ શુકલા અને વર્ચ્યુઅલ માધ્યમથી દરેક મંડળીના ચેરમેન, સેક્રેટરી, સોસાયટી સુપરવાઇઝર, અમૂલના અધિકારી, જીએફડીએના ચેરમેન કાંતિભાઇ ગલાણી, સેક્રેટરી ભરતભાઈ ભરવાડ તેમજ અન્ય હોદ્દેદારો અને અમુલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરના ડિલર મિત્રો જોડાયાં હતાં.

આણંદ અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા દરેક સભ્યને જણાવ્યું હતું કે, આ વર્ષની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે, માત્ર એક પૃથ્વી. જેનો અર્થ થાય છે કે આપણે પ્રકૃતિ સાથે સુમેળ બનાવીને જીવવું પડશે. જેનાથી આવનારી પેઢીઓ માટે આ પ્રાકૃતિક વિરાસત બની રહે. આજે ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી કરે છે, તેઓ જાણે છે.

આપણે રોગો તરફ આગળ વધી રહ્યા છીએ. કેન્સર, ડાયાબિટીસ, હાઈબ્લડપ્રેસરએ હવે દરેક ઘરે સામાન્ય બિમારી જોવા મળે છે. આ બધાનો નિષ્કર્ષ એવું દેખાય છે કે આ રાસાયણિક ખેતીની એક આડઅસર છે. જેનો એક માત્ર ઉપાય કે નિરાકરણ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે કે જૈવિક ખાતર છે. અમૂલ ડેરી દ્વારા 31મી ઓક્ટોબર,21ના રોજ અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર લોન્ચ કરવામાં આવ્યું અને ટુંક જ સમયમાં રાજ્યના દરેક જિલ્લા સુધી પહોંચાડવામાં આવ્યું છે. હવે મને જાણવા મળલ્યું છે કે ખેડૂતો દ્વારા પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

રામસિંહ પરમારે આહવાન કરતાં જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા 50 ખેડૂતોને દરેક ઓફિસર ઓર્ગેનિક ખેતી તરફ વાળે અને અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરતા કરે જે માટે અમૂલ ડેરીના સેલ્સ ટીમ સ્ટાફને બોલાવી અમૂલ ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની મિટિંગ કરાવી આ ભગીરથ કાર્યમાં તેઓ પોતાનું યોગદાન આપે. સાથે સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા દરેક ડિલર મિત્રોને વિનંતી કરી હતી કે, અમૂલ ડેરી આણંદ દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો મહત્તમ ઉપયોગ કરી અને દરેક ખેડૂત સુધી પહોંચાડે. ઓર્ગેનિક ફર્ટિલાઇઝરને એક ધંધા તરીકે ન લેતા પોતાની નૈતીક જવાબદારી સમજી પર્યાવરણ બચાવવા પોતાનું સક્ષમ યોગદાન અર્પણ કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...