તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand's Amul Dairy Government Representative Appointment Case Hearing In High Court Completed, Verdict Likely In First Week Of April

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી પુર્ણ:આણંદની અમુલ ડેરીના સરકારી પ્રતિનિધિ નિમણુંક કેસની હાઈકોર્ટમાં સુનાવણી પુર્ણ, એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ચુકાદાની સંભાવના

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેરીમાં ત્રણ સરકારી પ્રતિનિધિઓ મુકવાના સરકારના નિર્ણયથી હોબાળો મચ્યો હતો
  • અમૂલના ત્રણ સભ્યોએ હાઇકોર્ટેમાં પીટીશન દાખલ કરી હતી

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, અમૂલ ડેરીમાં ત્રણ સરકારી પ્રતિનિધિઓ મુકવાના સરકારના નિર્ણયથી હોબાળો મચ્યો હતો. સરકાર અમૂલ ડેરીમાં પોતાનો સીધો હસ્તક્ષેપ કરી તેના વહીવટમાં દખલગીરી કરી સત્તાનો દુરુપયોગ કરી રહી છે ના આરોપો લાગ્યા હતા. જોકે, આ હસ્તક્ષેપને કાયદાકીય પડકારવા અમૂલના ત્રણ સભ્યોએ હાઇકોર્ટેમાં પીટીશન દાખલ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, ખેડા જિલ્લાં દૂધ ઉત્પાદક સંઘ એટલે કે અમુલ ડેરી ઉપર કોંગ્રેસનો કબ્જો રહ્યો છે. જોકે, અમૂલના ચેરમેન રામસિંહ પરમાર આવતાં અમૂલમાં ભાજપની સત્તા કહેવાતી હતી. જોકે, ચૂંટાયેલ ડિરેક્ટરમાં મોટે ભાગે કોંગ્રેસનો દબદબો જ રહ્યો હતો. મહત્વનું છે કે અમૂળનું વાર્ષિક ટર્નઓવર 7800 કરોડ જેટલું થઈ ગયું છે. અમૂલ ડેરીને લઈ ગ્રામ્ય રાજનીતિમાં કોંગ્રેસની પકડ મજબૂત હોવાનું મનાઈ રહ્યું છે. જેને લઈ ભાજપ અમૂલને હસ્તગત કરવા સતત રાજકીય કવાદાવા કરતું રહ્યુ છે.

હાલમાં જ યોજાયેલી વ્યવસ્થાપક મંડળની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોમાં અકલ દોકલ ઉમેદવાર બાદ કરતાં કોઈ જીતી શક્યુ નહોતું. જેથી ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે પરોક્ષ રીતે અમુલની સત્તા કબજે કરવા માટે ત્રણ સરકારી પ્રતિનિધીઓની નિમણુંક જાહેર કરતા હોબાળો મચ્યો હતો. જે બાબતે કોંગ્રેસના ધારાસભ્ય અમુલમાં ચૂંટાયેલા રાજેન્દ્રસિંહ પરમાર, કાંતિ સોઢા પરમાર અને માતર બેઠક પરથી ચૂંટાયેલા સંજય પટેલે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી તેના નિર્ધારીત સમયે કરવાનો આદેશ આપ્યો હતો અને જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી પરિણામ જાહેર ન કરવા હુકમ કર્યો હતો. જે અનુસાર ચેરમેન વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી .જેમાં રામસિંહ પરમાર ચેરમેનપદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે વાઈસ ચેરમેનપદે રાજેન્દ્રસિંહ પરમાર અને રાજેશભાઈ પાઠક વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. મહત્વનું છે કે ત્રણ સરકારી પ્રતિનિધિઓના મત એક અલગ મતપેટીમાં તેમજ અન્ય 15 પ્રતિનિધિઓના મતો અલગ મતપેટીમાં સીલ કરીને મુકી દેવામાં આવ્યા હતા.

ગુજરાત હોઈકોર્ટમાં છેલ્લા સપ્તાહથી રોજબરોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને ગઈકાલે બન્ને પક્ષો દ્વારા દલિલો પુર્ણ કરવામાં આવી છે. કાયદાવિદોના મતે હોળી ધુળેટીની રજાઓ બાદ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં આ ચુકાદો જાહેર થઈ શકે છે. જોકે આવનાર ચુકાદાને લઈ રાજ્યના સહકારી ક્ષેત્રમાં તર્ક વિતર્કો અને ચર્ચા ચકરવાતનો દૌર ચાલુ થયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો