કોરોના અપડેટ:આણંદના 2 એનઆરઆઇનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ, બંનેની હોમ આઇસોલેશનમાં જ સારવાર શરૂ, તબિયત સ્થિર

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક અમેરિકાથી અને બીજા ઓસ્ટ્રેલિયાથી આણંદ આવ્યા

આણંદ જિલ્લામાં 15 દિવસ અગાઉ ખંભાતની વૃધ્ધાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ એક પણ કેસ નોંધાયો ન હતો. સોમવારે 2 એનઆરઆઇનો રીપોર્ટ પોઝિટીવ આવ્યાં છે. અમેરિકાથી બે દિવસ અગાઉ આવેલા એનઆરઆઇ એમરિકાથી કોરોના લઇને આવ્યાં હતા. જયારે એક એનઆરઆઇ ઓસ્ટ્રેલિયાથી 1 માસ અગાઉ આવ્યા હતાં. તેઓ બે દિવસ અગાઉ પાવાગઢ માતાજીના દર્શન કરાવા માટે ગયા હતા. ત્યારબાદ તબિયત લથડી હતી. છેલ્લા 15દિવસમાં કોરોના ત્રણ કેસ નોંધાયા હતા.જેમાં ખંભાતની વૃદ્ધાએ કોરોના માત આપીને સ્વસ્થ થઇ ગયા છે.

જયારે આણંદ વિદ્યાનગર રોડ બે દિવસ અગાઉ અમેરિકાથી આવેલા 50 વર્ષના આધેડ શંકાસ્પદ લક્ષણો જણાતાં તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેઓનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જયારે બાકરોલ ખાતે દોઢ માસ અગાઉ ઓસ્ટ્રેલિયાથી આવેલા 58 વર્ષના આધેડ પરિવાર સાથે પાવાગઢ ગયા હતા.ત્યારબાદ બિમાર પડયાં હતાં.જેથી તેઓનો ટેસ્ટ કરવામાં આવતાં કોરોનાપોઝિટિવનો આવ્યો છે.જો કે બંને કોરોનાની સામાન્ય અસર જોવા મળી હતી. જેથી તેઓને હોમ આઇસોલેન્સ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.

આણંદ શહેરમાં સર્વેની કામગીરી હાથ ધરાશે
આણંદ શહેરમાં લગ્ન સિઝન અને પ્રમુખસ્વમી શતાબ્દિ મહોત્સવમાં એનઆરઆઇ મોટીસંખ્યામાં આવ્યાં છે.તેને ધ્યાને લઇને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં ઘેર ઘેર ફરીને સર્વે કરવામાં આવશે.તેમજ શંકાસ્પદ કેસ મળશે તો આરટીપીસીઆર ટેસ્ટ કરાશે.

અન્ય સમાચારો પણ છે...