આંતરિક બદલી:આણંદના 11 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરાઇ, પોલીસબેડામાં ચકચાર મચી ગઈ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. જે. પુરોહિતને રીડર ટુ પેટલાદ ડીવાયએસપી તરીકે બદલી

આણંદ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના 11 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી હતી. આ બદલીના પગલે પોલીસબેડામાં ચકચાર મચી ગઈ હતી. આણંદ જિલ્લા પોલીસ વડા અજીત રાજ્યાણ દ્વારા ગુરૂવારના રોજ 11 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરતો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં આણંદ ગ્રામ્યના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. જે. પુરોહિતને રીડર ટુ ડીવાયએસપી પેટલાદ, આણંદ ડીવાયએસપીના રીડર પીએસઆઈ પી. કે. સોઢાને આણંદ ગ્રામ્યમાં મુકવામાં આવ્યાં છે.
કઈ જગ્યાએ કોની બદલી થઈ
આ ઉપરાંત સોજિત્રાના એ.પી.પરમારની રીડર ટુ ડીવાયએસપી ખંભાત, વિરસદના જે. કે. ભરવાડને સોજિત્રા, પેટલાદના એમ.આર. રાઠોડને વિરસદ, રીડર ટુ ડીવાયએસપી ખંભાતના એમ.એમ.જુજાની પેટલાદ, તારાપુરના એચ.જી.ચૌધરીને સાયબર ક્રાઇમ, ભાલેજના એન.એસ. ઝાલાને રીડર, પેટલાદ ગ્રામ્યના એ.એસ. શુકલને ભાલેજ, ભાદરણના એસ.એમ. પટેલને પેટલાદ ગ્રામ્ય, એલઆઈબીના પી. જે. પરમારને ભાદરણ બદલી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...