પસંદગી:ગુજરાતની મહિલા ટી -20 ટીમનું સુકાન આણંદની સીમરન સંભાળશે

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીમમાં આણંદની અન્ય 2 મહિલા ખેલાડીની પણ પસંદગી

આણંદ જિલ્લા ક્રિકેટ એશોસિએશનની મહિલા ક્રિકેટ સીમરન પટેલ ગુજરાત ટી-20 મહિલા ટીમની કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે. સીમરન પટેલ અગાઉ ગુજરાત મહિલા ટીમમાંથી ટી-20 મેચોમાં સારૂ પ્રદર્શન કરીને આગામી સમયમાં રીલાયન્સ ટી -20 ટુર્નામેન્ટ રમાનાર છે. તેમાં ગુજરાત મહિલા ટીમમાં કેપ્ટન તરીકે પસંદ કરાઇ છે સીમરન પટેલ 2017-18માં ઇન્ડિયા બ્યુ ટીમમાંથી ટી -20 સહિત મેચ રમી ચુકી છે.

​​​​​​​તેમાં પણ સારૂ પ્રદર્શન કરીને ટીમને વિજય અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. સીમરને ટી-20 ક્રિકેટ મેચમાં બેટીંગ સહિત ક્ષેત્રમાં સારૂ પ્રદર્શન કરીને પોતાની આગાવી ઓળખ ઉભી કરી છે. સીમરન પટેલ ઉપરાંત ગુજરાત મહિલા ટી -20 ટીમમાં આણંદ જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાંથી અન્ય 2 ખેલાડી ભાવના ગોપલાણી અને મનાલી વાઘેલાની પસંદગી થઇ છે. તેઓ આણંદ જિલ્લાનું નામ રોશન કરી રહી છે.

આણંદ જિલ્લાએ અનેક ખેલાડીઓ આપ્યાં છે
આણંદ જિલ્લા ક્રિકેટ એશોસિએશનના પ્રમુખ વિજય પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષે મહિલા સહિત બાળકોને ક્રિકેટ શીખવાડવા બહારથી કોચ બોલાવીને ટ્રેનીંગ અપાય છે. આ અગાઉ પણ ગુજરાતની મહિલા ટીમાં આણંદમાંથી કુ.લીસા જોષી, કુ મનમીત કૌર સહિત ખેલાડી રમી ચુકયાં છે.

અન્ય સમાચારો પણ છે...