કામગીરી:આણંદમાં 2 મહિના બાદ પૂરતા પ્રેશરથી પાણી મળશે

આણંદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોરસદ ચોકડી પર નવી પાઈપલાઈનની કામગીરી આખરે પૂરી

આણંદ બોરસદ ચોકડી ઓવરબ્રિજ ધરાશાઈ થતાં પાણીની પાઇપ લાઇન તુટી ગઇ હતી. ત્યારે બે માસથી ઉમા ભવન ટાંકીમાથી પાણી વિતરણ બંધ કરી દેવાતા શહેરીજનોને પાણી માટે આમ તેમ ભટકવાનો વખત આવતો હતો.

આખરે નવી પાઇપ લાઇન નાંખવાની કામગીરી પુર્ણ થતાં ગુરૂવારે ઉમા ભવન 27 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી શરૂ કરી દેવામાં આવનાર હોવાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં અંદાજીત 20 હજાર ઉપરાંત નળ કનેકશન ધારકોને પુરતા પ્રેશરમાં પાણી મળી રહેશે. તેમજ પીવાના પાણીની કાયમી ધોરણે સમસ્યા દૂર થશે તેમ પાલિકાના વોટર વર્કસ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. છેલ્લા બે માસથી નગરજનોને પાણી માટે વલખાં મારવા પડતા હતા. પાઈપ લાઈનનું કામ પૂર્ણ થતા રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...