તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • "Anand Will Become Self reliant In The Next Elections Under The Rule Of Independents," Said The BJP Incumbent, Who Ended 20 Years Of Congress Rule In 1999.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક રાજકારણમાં ગરમાવો:1999માં કોંગ્રેસના 20 વર્ષના શાસનનો અંત આણી ભાજપને સત્તા અપાવનારે કહ્યું, ‘આગામી ચૂંટણીમાં આણંદ અપક્ષોના રાજમાં આત્મનિર્ભર બનશે’

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં પાલિકામાં ભાજપની સત્તાનો એકડો કરનાર પીઢ રાજકીય નેતા બીપીન પટેલના નિવદેનથી સ્થાનિક રાજકારણ ગરમાશે સી.આર.પાટીલ ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી હશે : બીપીન પટેલ(વકીલ)

આણંદ નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ બાબતને લઈ મોટી ઉથલ પાથલ થવાના એંધાણ છે. ભાજપના 11 જેટલા કાઉન્સિલરોને આણંદ નગરપાલિકાની ચૂંટણી લડવી હોય તો ભાજપ સિવાયનો વિકલ્પ પસંદ કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. આણંદ ભાજપને સત્તા હસ્તગત કરવા ચૂંટણી રણનીતિ ઠેબે ચઢી છે. આ પરિસ્થિતિમાં આણંદમાં ભાજપને સત્તા સ્થાને બેસાડનાર પ્રથમ ભાજપી પ્રમુખ અને હાલ અપક્ષ કાઉન્સિલર બીપીન પટેલ (વકીલ) મોટું નિવેદન આપતા ભાજપના ખેમામાં ભડકો થયો છે. બીપીન પટેલે જણાવ્યું છેકે, ભાજપની નવી નીતિ સી.આર.પાટીલને ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી બનાવશે. પાલિકા ચૂંટણીમાં અપક્ષોના રાજમાં આણંદ આત્મનિર્ભર બનશે.

આણંદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને નવા ચહેરા શોધવામાં તકલીફો નડી રહી છે અને પાર્ટી દિશા નિર્દેશમાં ટીકીટ કપાતા પૂર્વ કાઉન્સિલરોની ગતિવિધિઓ ચિંતા વધારી રહી છે. આ પ્રવાહી રાજકીય પરિસ્થિતિ વચ્ચે આણંદમાં ભાજપના કાર્યકરોને સત્તાનો એકડો શીખવનાર પીઢ રાજકીય નેતા બીપીન પટેલે મહત્વનું નિવેદન કરતા સાંપ્રદ રાજકીય પરિસ્થિતમાં નવા વમળો સર્જ્યા છે.તેમનું આ નિવેદન રાજ્યના ભાજપના અસંતુષ્ટ અને નારાજગી વાળા કાર્યકરોના બળાપમાં તેલ હોમી રહ્યુ છે. 2005માં મોદીની નો રિપીટ થિયરીમાં અનેક રાજકીય કાર્યકરોની કારકિર્દીનું ફુલસ્ટોપ લાગી ગયું હતું. હવે પાટીલની નવી નીતિ તેવા કાર્યકરોની સંખ્યામાં વધારો કરનાર હોવાનું અનેક રાજકીય પંડિતોના ચર્ચાનું કેન્દ્ર છે.

1984થી ભાજપમાં સક્રિય અને આણંદ જિલ્લામાં આક્રમક રાજકીય ગતિવિધી અને રણનીતિના માંધાતા તરીકે ભાજપ કાર્યકરોમાં જાણીતા બીપીન પટેલ (વકીલ) જણાવ્યું હતું કે 1999માં લઘુમતી હોવા છતાં 4 અપક્ષોના સહયોગથી અમે આણંદ પાલિકામાં ભાજપને સત્તા સ્થાને બેસાડી હતી. 20 વર્ષ જૂનું કોંગ્રેસ શાસનને ઉખાડી ફેંક્યું હતું. આણંદ રાષ્ટ્રવાદી વિચાર અને સર્વ સમાવેશી વિકાસનો પાયો નાખ્યો હતો. જોકે ભાજપે નો રિપીટ થિયરી અપનાવતા તેઓ હાલ અપક્ષ કાઉન્સિલર તરીકે પાલિકામાં કાર્યરત છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આણંદ પાલિકામાં 2005માં બહુમતીથી આવેલા ભાજપના શાસકોએ કાયદાના સિધ્ધાંતો વિરૂધ્ધ અને લોકશાહીના મૂલ્યોનું હનન કરતું શાસન ચાલુ કર્યું. જેમાં આણંદ નગરપાલિકાનો ઘોર ખોદાઈ ગઈ છે. પ્રતિવર્ષ ભ્રષ્ટતાના નવા માપદંડોની ઉંચાઈએ પહોંચતા વહીવટ બાબતે અમે સરકાર અને સંબંધિત કચેરી ,અધિકારીઓને લિખિત ફરિયાદો કરી છે. પાલિકાનાની સામાન્ય સભા અને બજેટ સભાઓ 45 સેકન્ડથી લઈ વધુમાં વધુ 6થી 10 મિનિટમાં આટોપાઈ જતી જોઈ છે.

હાલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવવાના નીર્ધાર સાથે તેઓએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. મહત્વનું છે કે 1999માં પાલિકાની ચૂંટણીમાં તેઓએ માત્ર એક મતે જીત મેળવી હતી. ત્યારે ભાજપના 18 સભ્યો ચૂંટાયા હતા. બહુમતી માટે 22ની સંખ્યા જોઈતી હોય તેઓએ 4 અપક્ષોનો ટેકો લઈ ભાજપના કાર્યકરોને આણંદ પાલિકામા સત્તાનો એકડો શીખવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો