ચેકિંગ:આણંદ તોલમાપ વિભાગે ગ્રાહક બની 40 એકમો પર ચેકિંગ કર્યું

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 અેકમોમાં ગેરરીતિ જણાતા રૂા 6700નો દંડ ફટકાર્યો

આંકલાવમાં દુકાનદારો ગ્રાહકોને વસ્તુઓના વેચાણમાં વજન ઓછું આપાતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી ત્યારે આણંદ જિલ્લા તોલમાપ વિભાગે ટીમો બનાવી ગ્રાહક બનીને 40 જેટલા એકમોમાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરીને સપાટો બોલાવી દીધો હતો. ચેકીંગ દરમિયાન 15 જેટલા દુકાનાદારોને વજન ઓછું આપવું, વજન કાંટો નહીં છપાવવા બદલ ઝડપી પાડીને રૂા 6700નો દંડ ફટકાર્યો હતો.

આણંદ જિલ્લા તોલમાપ વિભાગના જણાવ્યા અનુસાર, આંકલાવમાં નાની મોટી 150થી વધુ અનાજ - કરિયાણાની દુકાનો, શાકભાજીની લારીઓ, મીઠાઇ અને ફરસાણ સહિતની દુકાનો આવેલી છે. જેમાં છેલ્લા કેટલાય સમયથી ગ્રાહકોને દુકાનદારો દ્વારા ઓછું વજન આપવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જે અંગે જાગૃત ગ્ાહક દ્વારા તોલમાપ વિભાગને રજૂઆત કરાઇ હતી. તેના પગલે આણંદ તોલમાપ વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને આંકલાવ ગામની 40 થી વધુ દુકાનોમાં ગ્રાહક બનીને માલ ખરીદીને વજનની ચકાસણી કરી હતી.જેમાં વજન ઓછું આપતા 15 જેટલા દુકાનદારો ઝડપાયા હતા. જેથી તોલમાપ વિભાગ દ્વારા 15 દુકાનદારોને દંડ ફટકારીને રૂા 6700નો દંડ વસુલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...