તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ નગરપાલિકાના વોર્ડ નં-7:આણંદ વોર્ડનં.7 પાણીના નિકાલ માટે સ્ટ્રોમ ડ્રેનેજ કામ ચાલતુ હોવાથી લોકો પરેશાન

આણંદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
સાંઈબાબા મંદીર સામે સ્ટ્રોમ વોટર લાઈન ધીમી ગતિએ ખોદકામથી રહીશો તોબા પોકરી ઉઠયા છે. - Divya Bhaskar
સાંઈબાબા મંદીર સામે સ્ટ્રોમ વોટર લાઈન ધીમી ગતિએ ખોદકામથી રહીશો તોબા પોકરી ઉઠયા છે.
 • ડ્રેનેજ યોજનાની પાઇપ લાઇનની કામગીરી પૂર્ણ થઇ ન હોવાથી મુશ્કેલી

આણંદ નગરપાલિકાના વોર્ડ નં-7ની વાત કરી તો અહીં 15 હજાર વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે. દિવ્ય ભાસ્કરની ટીમે આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી જો કે આ વિસ્તારમાં ગટર લાઇનની કામ પૂર્ણ થઇ ગઇ છે. તેમજ વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ ડ્રેનેજની કામગીરી હાલ ચાલી રહી છે. આ વિસ્તારમાં ગટરલાઇન કામગીરી પૂર્ણ થઇ છે. તેમજ આરસીસી રોડ તમામ વિસ્તાર કરવામાં આવ્યા છે. જો કે કેટલીક સોસાયટીમાં બ્લોકપીવીંગનું કામ અને રસ્તાનું કામ બાકી છે. તે સિવાય આ વિસ્તારમાં તમામ સુવિધા ઉપલબ્ધ છે.

હાલમાં પીવાના પાણીની કોઇ સમસ્યા નથી. તેમજ માત્ર સ્ટ્રોમ ડ્રેનેજ યોજનાની પાઇપ લાઇનની કામગીરી પૂર્ણ થઇ ન હોવાથી ચોમાસામાં આ વિસ્તારમાં ભારે મુશક્લીઓ પડે છે. તે સત્વરે પૂર્ણ કરવા આવે તેમ વિશ્વાસ સોસાયટી, અક્ષરપાર્ક ,સહિતની વિસ્તાર રહીશો ઇચ્છે છે.

વોર્ડ નં-7ની મુખ્ય સમસ્યા પર એક નજર

 • સ્ટ્રોમ ટ્રેનેજ કામગીરી દોઢ વર્ષથી ચાલતી હોવાથી સ્થાનિક પરેશાન.
 • કેટલીક સોસાયટીમાં રસ્તાના કામ આજ સુધી હાથ ધર્યા નથી.
 • ખાસ કરીને રસ્તાઓની સફાઇ માત્ર તહેવાર ટાંણે કરવામાં આવે છે. નિયમિત સફાઇ જતી નથી.
 • ગટર લાઇનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.ત્યારે ગટર જોડાણ હજુ સુધી પણ મળ્યા નથી.
 • અક્ષર પાર્ક થી લખીબા ભવન રોડ પર પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી મંદ ગતિએ ચાલતુ હોવાથી સ્થાનિકો પરેશાન છે.

સ્થાનિક રહિશો શું કહે છે?
કોઇ સમસ્યા જ નથી
આ વિસ્તારમાં પીવાના પાણી સહિતની સુવિધા પુરી પાડવામાં આવી છે. તેમજ હાલમાં ગટર લાઇનની કામગીરી પૂર્ણ કરી દીધી છે. જોડાણ આપવાનું કામ ચાલુ છે. > કનુભાઇ રબારી, સ્થાનિક રહીશ

પાકા રસ્તાનવા બનાયા
પવનપાર્ક અને નીલકમલ સોસાયટી, સાંઇબાબા મંદિર, 80 ફૂટ રોડ પર આવેલી નાની મોટી તમામ સોસાયટીઓને જોડતા તમામ નવેસરથી બનાવ્યા છે. > દીપકુમાર રબારી, આણંદ

કલેકટરને રજૂઆત કરી
સ્ટ્રોમ ડ્રેનેજ લાઇનનું કામ ધીમી ગતીએ ચાલી રહ્યું છે. જેના પગલે સ્થાનિક રહીશો હાલાકી પડતી હોય જેથી જિલ્લા કલેકરટરને લેખિતમાં રજૂઆત કરી છે. > અરવિંદભાઇ પટેલ, સ્થાનિક રહીશ

મતદાન બહિષ્કારની ચિમકી
લખીબા ભુવન રોડ પર પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી મંદ ચાલે છે. કામગીરી હાથ નહીં ધરાયતો મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે. > નયનાબેન પટેલ, સ્થાનિક રહીશ

પાલિકા કાઉન્સિલરો શું કહે છે?
સ્ટ્રોમ વોટરલાઇન નંખાઇ
12 જેટલી સોસાયટીઓમાં વર્ષોથી વરસાદી પાણીનો નિકાલ હતો નહીં જેથી સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. > ખ્યાતિબેન પટેલ, કાઉન્સિલર, આણંદ

તમામ સેવા ઉપલબ્ધ
આ વિસ્તારમાં પાકા રસ્તા,ગટર લાઇન, વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા સહિતની સુવિધા પુરી પાડવામાં આવી છે. બ્લોકપેવીંગના કામ કર્યા છે. > હિમેશભાઇ પટેલ, કાઉન્સિલર,આણંદ

લાઇટોની વ્યવસ્થા કરી
વોર્ડ નં-07માં સ્ટ્રોમ વોટર લાઇન નવીનીકરણ કામગીરી હાથ ધરી હતી. ડી.જે.પટેલથી પાલિકા નગર સુધી રોડ પર સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા કરી છે. > રૂપલબેન પટેલ, કાઉન્સિલર, આણંદ

પ્રશ્નોને પ્રાધાન્ય આપ્યું
પાલિકા નગર થી લઇને પવન પાર્ક સુધી વિસ્તારમાં પીવા પાણી, ગટરલાઇન, સ્ટ્રીટ લાઇટ, આરસીસી રોડ સહિતના પ્રશ્નો હલ કરવામાં આવ્યા છે. > પ્રજ્ઞેશ પટેલ, કાઉન્સિલર, આણંદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો