આણંદ વ્યાયામ શાળાની જગ્યા પર તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આણંદ સિવિલ હોસ્પિટલનું નામકરણ હિરાબા રાખવા ગુજરાત રાજ્ય માનવ અધિકાર સમિતિના હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ ઉચ્ચારી છે. જેના ભાગરૂપે શનિવારે વ્યાયામ શાળાની બહાર બેનરો લગાવવામાં આવ્યાં હતા.
ગુજરાત રાજ્ય માનવ અધિકાર સમિતિના કિરણભાઇ સોલંકી સહિત અન્ય કાર્યકરોએ જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર દ્વારા આણંદ વ્યાયામ શાળા ખાતે સિવિલ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે. ટૂંક સમયમાં સિવિલ હોસ્પિટલ બનાવવાની કાર્યવાહી હાથધરવામાં આવનાર છે.
ત્યારે વડાપ્રધાનની માતા હિરાબા દામોદરદાસ મોદીના નામે જનરલ હોસ્પિટલનું નામકરણ કરવામાં આવે તે માટે આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે. આ અંગે કિરણ ભાઇ સોંલકીએ વધુ જણાવ્યું હતું કે,વ્યાયામ શાળાની જગ્યા નક્કી કરવામાં આવી હોવાથી શનિવારે ઠેર ઠેર હિરાબા હોસ્પિટલ નામ રાખવા માટે બેનરો લગાવવામાં આવ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.