નિવારણ લાવવાની માંગ:આણંદ વેટરનરી કોલેજના છાત્રોની ભૂખ હડતાળ પર ઉતરવાની ચિમકી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ટર્નશીપ ભથ્થા વધારાની માગણીને લઈ અઠવાડિયાથી આંદોલન​​​​​​​

વેટરનરી ઈન્ટર્નશિપ ભથ્થા વધારાની માંગ ને લઈ વિદ્યાર્થીઓ દ્વારા સતત કાર્યક્રમો રજૂ કરવામાં આવી રહ્યા છે.આ સાથે હડતાળના સાતમાં દિવસે વિદ્યાર્થીઓ એ હડતાળ ઉપર રહ્યા છે. સરકાર દ્વારા કોઈ પ્રતિભાવ નહિ મળતા હવે સોમવારથી ભૂખ હળતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે.એમજ વિદ્યાર્થીઓ એ કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા (પશુપાલન મંત્રાલય ) સાથે મુલાકાત કરી આ મુદ્દે યોગ્ય નિવારણ લાવવા ની માંગ કરી છે.

આ અગાઉ આણંદ વેટરનરી કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા સરકાર સુધી પોતાની માંગ માટે અનેક પ્રયત્નો કરી રાજ્યના મુખ્યમંત્રી, નાણામંત્રી અને કૃષિમંત્રીને પણ રજુઆત કરી ચુક્યા છે.આમ આગામી દિવસમાં વેટનરી કોલેજનાં 16૦૦ થી વધુ વિદ્યાર્થીઓ હડતાળ પર બેઠેલાં છે.ત્યારે હવે ભૂખ હડતાળનું અલ્ટીમેટમ આપી છેલ્લાં સાત દિવસથી શૈક્ષણિક અને ક્લિનિકલ કાર્યનો બહિષ્કાર કરી ચૂકેલ છે.

તેમજ વિદ્યાર્થી સંગઠનના જણાવ્યા મુજબ આ સાથે જ આજથી લમ્પી વાઇરસની કામગીરીમાં રસીકરણમાં જોડાયેલાં સિનિયર વેટરનરી તબીબો પણ હડતાળમાં જોડાશે.જેથી મહત્વનું રસીકરણ કાર્યક્રમ ખોરવાઈ જશે,તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતાં વેટરનરી તબીબોએ પણ કાળી પટ્ટી બાંધી આ હડતાળને સમર્થન આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...