અટકળો:આણંદ ટાઉન પીઆઈની 15 દિવસમાં જ બદલી, ત્રણ મહિનામાં ત્રીજા PIની નિમણૂંક

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં 15 દિવસ અગાઉ નિમણંૂક પામેલાં PI જીગર આર. પટેલને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે અને તેમના સ્થાને નવા પીઆઈ આર. આર. સાળવીને મૂક્યાં છે. પીઆઈની અચાનક બદલી થતા અનેક અટકળો થઈ રહી છે.થોડાં સમય અગાઉ જિલ્લા પોલીસ વડા તરીકેનો પ્રવીણકુમારે ચાર્જ લેતાંની સાથે જ તેમણે બદલીનો ગંજીફો ચીપ્યો હતો, જેમાં 14 જેટલાં પીઆઈની બદલી કરાઈ હતી. આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે જીગર પટેલની નિમણૂંક કરાઈ હતી.

નોંધનીય બાબત તો એ છે કે, ખંભાત રૂરલ અને શહેર પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતાં આર. એન. ખાંટની બદલી કરીને ગત ઓગસ્ટમાં આણંદ શહેરમાં નિમણૂંક અપાઈ હતી. ચૂંટણીને લઈ સમગ્ર ગુજરાતમાં બદલીનો દૌર શરૂ થતાં આણંદના પીઆઈ આર.એન. ખાંટની બદલી અન્ય જિલ્લામાં થતાં જ તેમના સ્થાને જીગર પટેલને નિમણૂંક અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...