ધમકી:આણંદની અમીના મંઝિલ પાસે "તે દીકરા ઉપર ભુવાપણું કરાવ્યું છે"તેમ કહીને તલવારથી ટુકડા કરી મારી નાખવાની ધમકી આપી

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ પોલીસે પાંચ વ્યકિત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આણંદ શહેરમાં અમીના મંઝિલ પાસે રેલવે ફાટક સામે રહેતા સુરેશભાઈ ડાયાભાઈ ભોઈ રવિવારે પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા.તે સમયે બપોરના આશરે સવા એકાદ વાગ્યાના સમયે તેમની નજીકમાં રહેતા રેશમાબેન મહંમદભાઈ વોરા તેમના ઘર આગળ આવીને તાડુકયા કે "તે મારા દીકરા રેહાન ઉપર કઈંક ભુવાપણું કરાવ્યું છે, જેથી, મારો દીકરો રેહાન બીમાર થઈ ગયો છે." તેમ કહી અશ્લિલ ગાળો બોલી ઝઘડો કર્યો હતો.

આ દરમ્યાન સુરેશભાઈની પત્નીએ ગાળો બોલવાની ના પાડતાં જ રેશ્માબેનનું ઉપરાણું લઈને પતિ મહંમદ સલીમભાઈ વોરા તેમજ ફઝલ ઈરફાનભાઇ વોરા હાથમાં તલવાર લઈ આવી ગાળો બોલીને તલવારથી કાપી ટુકડે ટુકડા કરી નાખીશું તેવી ધમકી આપી હતી. જ્યારે ઈરફાનભાઇ નુરમહંમદભાઈ વોરા હાથમાં લાકડી લઈ આવી ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ઉપરાંત સુમૈયાબેન ઈરફાનભાઇ વોરા તેમના ઘર આગળ આવી દુરથી ગાળો બોલી હતી.

આ બનાવ અંગે સુરેશભાઈ ભોઈ આણંદ શહેર પોલીસે રેશમાબેન વોરા,મહંમદભાઈ સલીમભાઈ વોરા, ફજલ ઈરફાનભાઇ વોરા, ઈરફાનભાઇ નુરમહંમદ વોરા તથા સુમૈયાબેન ઇરફાનભાઇ વોરા વિરુદ્ધ ઈપીકો કલમ 506(2),504 તથા 1144 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...