તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી ધમાલ:આણંદ તાલુકા પંચાયત લોહિયાળ બને તેવી વકી,અસામાજિક તત્વો દ્વારા નશામાં ચકચૂર થઈ આપ પાર્ટીના ઉમેદવારને ધમકાવ્યા

આણંદ10 દિવસ પહેલા
  • આપ પાર્ટીએ આણંદ ડીએસપીને અરજી આપી પોલીસ રક્ષણની માગ કરી

આણંદ જિલ્લામાં ચૂંટણી રંગ ધમાલી બન્યો છે. ચૂંટણી લડત ઉમેદવારો હરીફ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા લોભ,લાલચ,ધાક ધમકીનો દૌર ચાલુ થયો છે. આણંદ તાલુકાની ગામડી બેઠક-2 ઉપર ઉભા રહેલા આપ ઉમેદવાર અને તેના ટેકેદારને ત્યાં નશાખોર અસામાજિક તત્વોએ ધમાલ મચાવી અને ઉમેદવારી પરત ન ખેંચે તો જીવલેણ હુમલાની ધમકી આપવામાં આવી છે.આ બાબતે આપ પાર્ટીએ આણંદ ડીએસપીને અરજી આપી પોલીસ રક્ષણ અને અસામાજિક તત્વોને પકડી જેલ ભેગા કરવા માંગણી કરાઈ છે.

આણંદમાં ચૂંટણી લોહિયાળ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.16 તારીખે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની આખરી તારીખ હોઈ માથાભારે ઉમેદવારો હરીફ ઉમેદવારો પાસે ઉમેદવારી પરત ખેંચવા શામ,દામ,દંડ,ભેદ ની નીતિ અખત્યાર કરી ચૂંટણી માં બિનહરીફ થવા પ્રયત્નો કરી રહ્યા છે. આણંદ તાલુકા પંચાયતના ગામડી-2 બેઠક ઉપર આપ પાર્ટીના નયનભાઈ અશ્વિનભાઈ ખ્રિસ્તીએ ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક ઉપર અન્ય બે ઉમેદવારોમાં 1) ભાજપમાંથી રોહિતકુમાર કુંદનસિંહ વાઘેલા અને 2)કોંગ્રેસ માંથી ભાનુકુમાર શિવાભાઈ પરમાર ચૂંટણીઓએ પણ ઉમેદવારી નોંધાવી છે. જેને લઈ આ બેઠક ઉપર ત્રિકોણીયો જંગ ખેલાય તેવી પરિસ્થિતિ છે.

ગત રાત્રીના 10.30 કલાકની આસપાસ કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર નયન ખ્રિસ્તી અને તેના ટેકેદાર કાદરભાઈ સૈયદના ઘરે વિસ્તારના અસામાજિક તત્વો દ્વારા ચિક્કાર દારૂ પીને ધાંધલ ધમાલ કરવામાં આવી હતી. રાત્રીના આપના ઉમેદવાર નયનભાઈ ખ્રિસ્તી અને તેમના ટેકેદાર કાદરભાઈ સૈયદ ચૂંટણી મુલાકાતમાં નીકળ્યા હતા. જે દરમ્યાન તેઓના ઘરે માત્ર મહિલા કુટુંબીજનો જ હતા ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ ગંદી ગાળો બોલી ઉમેદવારી પરત ખેંચવા ધાક ધમકીઓ આપી હતી. ઘરના મહિલા સદસ્યો ભયભીત થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારનું વાતાવરણ પણ તંગ બન્યું હતું.

આ બાબતે આપ પાર્ટીના ઉમેદવારે આપ પાર્ટીનો સંપર્ક કરી જિલ્લા અધિક્ષક ને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. તેમજ આ ઘટના અંગે ફરિયાદ અરજી આપી અસમાજીક તત્વો વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.બીજી તરફ આપ પાર્ટી ના જિલ્લા પ્રમુખ દીપાવલીબેન ઉપાધ્યાય અને કિસાન યુનિયન પ્રમુખ રવિભાઈ પટેલની આગેવાનીમાં કાર્યકરો અને સમર્થકો અસરગ્રસ્ત ઉમેદવાર અને કાર્યકર ને ત્યાં જઈ હિંમત અને સાંત્વના આપી હતી.તેમજ ઢોલ નગારા સાથે વિસ્તારમાં ફરી અસામાજિક તત્વોને પડકાર ફેંક્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો