તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઈન છેતરપીંડી:આણંદના વિદ્યાર્થીને બચતના નાણાનું રોકાણ કરાવવાની લાલચ આપી છેતર્યો, સાઇબર ક્રાઇમે રૂ.69990 પરત અપાવ્યા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીટોડીયા રોડ પર રહેતો અને આણંદ આર્ટસ કોલેજનો વિદ્યાર્થી સાઈબર ક્રાઇમનો ભોગ બન્યો

રાજ્યમાં ઓનલાઇન મળતી સસ્તી ઓફરો આપતી વેબસાઇટ કે સોશિયલ મીડીયાના પ્લેટફોર્મ પર આવતી જાહેરાત પર ભરોસો કરી નાગરિકો છેતરાઈ રહ્યા છે. આણંદ શહેર નજીક આવેલા જીટોડીયા રોડ પર રહેતા અને આણંદ આર્ટસ કોલેજના વિદ્યાર્થીને બચતના નાણાંનું રોકાણ કરાવવાની લાલચ આપી રૂા.69990 છેતરપીંડીની રકમ સાયબર ક્રાઈમ સેલ આણંદે પરત કરાવી છે.

રાજ્યમાં સાઈબર ક્રાઈમની ઘટનાઓમાં થઈ રહ્યો છે. સાઈબર ટેક્નિક ભણેલા વિધાર્થીઓ ટૂંકા રસ્તે નાણાં મેળવવાની લાલચમાં ગુનેગારી કરી રહ્યા છે. કોઇપણ વોલેટમાં કેશબેક, રીવર પોઇન્ટ ના નામે યુક્તિ પૂર્વક નાગરિકોના ડેબીટ કે ક્રેડીટ કાર્ડની તથા ઓ.ટી.પી, કે પાસર્વડ પડાવી લે છે અથવા કયુઆર કોડ સ્કેન કરાવી સાઈબર હેકરો નાગરિકોના મહેનત આ નાણાં લૂંટી રહયા બનાવો પણ વધ્યા છે. આ ઉપરાંત કોઈ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવા જણાવી પણ બેન્ક ખાતામાંથી મોટી નાણાંકીય ઠગાઈ કરી છે. આવા બનાવો વધવાના પગલે પોલીસ પણ સતર્ક થઈ છે અને નાગરિકોને પણ જાગૃત કરી રહી છે.આમ છતાં આવા બનાવોમાં નવા નિશાળીયા યુવકો છેતરાઈ રહયાના બનાવો બની રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ શહેર નજીક આવેલ જીટોડીયા રોડ પર રહેતા અને આણંદ આર્ટસ કોલેજના વિદ્યાર્થી દિવ્યેશ રમેશભાઇ પટેલે અજાણ્યા ટેલીગ્રામ ગૃપમાં ડેઈલી ઈન્વેસ્ટમેન્ટ અને ડેઈલી રીફંડના નામની જાહેરાત જોઈ ટુકડે ટુકડે મળી કુલ્લે રૂા.69990નું રોકાણ કર્યું હતું. બાદમાં આ રોકાણ કરેલ રકમનું રીફંડ ના મળતા છેતરપીંડી થવાનું જાણવા મળ્યું હતું.

દિવ્યેશકુમારે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ઉપર પોતાની ફરીઆદ નોંધાવી હતી. આ ફરિઆદના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર એલ. ડી. ગમારા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુ.બી. પટેલની ટીમે દિવ્યેશ પટેલના બેંકના સ્ટેટમેન્ટની ચકાસણી કરી હત. અને તાત્કાલિક જરૂરી પત્ર વ્યવહાર કરી દિવ્યેશની છેતરપીંડી રકમ રૂા.69990 પરત કરાવી દિવ્યેશનું નુકશાન થતું અટકાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...