તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાભ:આણંદ ST ડેપોને ફાયદો : ઓગસ્ટમાં 2.26 કરોડની માતબર આવક

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલ વ્યવહાર બંધ હોવાથી મુસાફરો ના છુટકે એસ.ટી.માં પ્રવાસ કરવા મજબૂર : ઓગસ્ટમાં 1.18 લાખ મુસાફરો વધ્યાં

આણંદ જિલ્લામાં હોમ આઇસોલેશનમાં રહેલા છેલ્લા કોરોના પેશન્ટને રોગમૂક્ત જાહેર કરી દેવાતા હાલની સ્થિતિએ જિલ્લો કોરોનામૂક્ત થયો છે. બજારો યથાવત સ્થિતિમાં આવી ગયા છે, બાકી હતું તો પ્રાથમિક શાળાઓને પણ ગઇકાલે ગુરૂવારથી શરૂ કરી દેવાઇ છે પરંતુ જો પુન: રાબેતા મુજબ ના થઇ હોય તે માત્ર રેલવે સેવા છે. રેલસેવા પૂર્વવત ના થવાથી તેના કર્મચારીઓને કોઇ નુકસાન નથી પરંતુ સૌથી મોટું નુકસાન મુસાફરોને થઇ રહ્યું છે. તેમણે ના છૂટકે મોંઘા ભાડા ખર્ચીને બસોમાં મુસાફરી કરવી પડે છે.

આ કારણસર આણંદ એસ ટી ડેપોની આવક ગત ઓગસ્ટ માસમાં 2.26 કરોડ થઇ હતી. જુલાઇ માસની સરખામણીમાં આવકમાં 32.15 લાખ રૂપિયાનો વધારો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ આણંદ એસ.ટી.ડેપો દ્વારા હવે સો ટકા રૂટ પુન: શરૂ કરાયા છે અને ઓગસ્ટમાં 2326 શિડ્યુલ સંચાલિત કરાયા હતા. જેમાં ઓડ, ખાનપુર, સુંદલપુરા, અલારસા, નિઝામપુર ,ચાંગા, કુંજરાવ સહિત કુલ 42 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં નાઇટ એસટી બસો દોડવવામાં આવતા શાળા-કોલેજના વિધાર્થીઓ,નોકરીયાત વર્ગને અપ ડાઉનમાં સરળતા રહેતી હતી.

બીજી તરફ ટ્રેન વ્યવહાર બંધ હોવાથી એ તમામ ટ્રાફિક એસ. ટી. તરફ વળ્યો છે. આણંદ એસટી ડેપોએ 2326 શિડ્યુલ પર આવેલ અમદાવાદ, વડોદરા, રાજસ્થાન , મહારાષ્ટ્ર સહિત 9,96,130 કિલોમીટર સુધી એસટીબસો દોડવતા ઓગસ્ટ માસમાં આણંદ ડેપોની આવક 2.26 કરોડ થઇ હતી. આ દિવસો દરમિયાન તહેવારો માટે ખાસ બસો પણ દોડાવાઇ હતી.

અંદાજીત 6 લાખની વધુ લોકોએ મુસાફરી કરવામાં આવી હતી
આણંદ એસટી ડેપો દ્વારા હાલમાં તમામ રૂટો પર સો ટકા સંચાલન કરવામાં આવી રહ્યુ છે. ટ્રેન વ્યવહાર બંધ હોવાથી એસટી બસોમાં ટ્રાફિક વધી રહ્યો છે. આણંદ એસટી ડેપોએ ઓગસ્ટ મહીનામાં 2326 સીડયુલ પર 9,96,130 કિલોમીટર સુધી બસો દોડવવામાં આવી હોવાથી તંત્રને રૂ.2.26 કરોડ આવક થઈ હતી.તેમજ અંદાજીત 6 લાખની વધુ લોકોએ મુસાફરી કરવામાં આવી હતી.> એસ.એ.પાંડે,ડેપો મેનેજર આણંદ

જુલાઈ માસમાં 1,93 કરોડ ઉપરાંતની આવક થઈ હતી
આણંદ એસટી ડેપો દ્વારા જુલાઈ મહિનામાં કુલ ટ્રીપો 10,398 જેટલી દોડાવાઇ હતી.ત્યારે કુલ 93,2618 કી.મી.સુધીના માર્ગો પર 2200 સિડયુલનું સો ટકા સંચાલન કરવામાં આવતાં તંત્રને 1,93,84698 જેટલી આવક થઈ હતી.જેમાં 48,1778 મુસાફરોએ એસટી બસોમાં મુસાફરી કરવામાં આવતાં તંત્રને રાહત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...