આણંદ સ્પેશિયલ ઓલિમ્પિક્સ દ્વારા રિબિન ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આણંદ જિલ્લાના વિશિષ્ટ ખેલાડીઓ, વિશિષ્ટ શિક્ષકો અને વાલીમિત્રોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર ખેલાડીને ટી-શર્ટ અને સ્પોર્ટસ શુઝ અને કોેચને ટી-શર્ટ આપવામાં આવ્યા હતા.
સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત દ્વારા હર્બલ લાઈફ ન્યુટ્રીશનના સહયોગથી ડેવલપમેન્ટ સ્પોર્ટસ કાર્યક્રમ ડિસેમ્બર 2021માં શરૂ કરવામાં આવ્યો હતો. જેના ભાગ રુપે રિબિન ડેની ઉજવણી મિત્ર શાળા મોગરી ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત આંતરરાષ્ટ્રીય ખેલાડીઓના સ્વસ્થ જીવન માટે જરુરી સ્પે.ઓ.ની ફીટ ફાઈવ કરસરત કરાવવામાં આવી હતી. બાદમાં રાજેન્દ્ર સિંઘ દ્વારા બેગ્ગો રમતનું નિર્દશન કરવામાં આવ્યું હતું.
બેગ્ગો રમત દરેક વિશિષ્ટ ખેલાડીઓ, વાલી અને શિક્ષકોને રમાડવામાં આવી હતી. રમતમાં ભાગ લીધેલ દરેક વિશિષ્ટ ખેલાડીને મેડલ અને પ્રમાણ પત્ર મિત્ર શાળાના ફાઉન્ડર ડારેક્ટર સુવર્ણાબહેન કદમના હસ્તે એનાયત કરાયા હતા.
આ પ્રસંગે સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારતના નેશનલ ટ્રેનર જીજ્ઞેશકુમાર ઠક્કર, સ્પે ઓ.ના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સ્નેહા ઠક્કર,મહેશ ચૌહાણ, મિત્ર શાળાના આચાર્ય પ્રતિભા પુરાણીક સ્પે.ઓ.આણંદના અંતરંગ સભ્યો પરેશભાઈ ભટ્ટ, વિક્રમભાઈ પટેલ અને નિરેનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે દરેક લોકો માટે હર્બલ લાઈફ દ્વારા રિફ્રેશમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.