તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંજો ઝડપાયો:આણંદ એસઓજી પોલીસે 20 કિલો ગાંજાની રીક્ષામાં હેરાફેરી, પોલીસે બે આરોપીને ઝડપ્યા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આણંદ જિલ્લા અને શહેર વિસ્તારોમાં ગાંજાની હેરાફેરી વધી છે. થોડા મહિના અગાઉ ખંભાત તાલુકાના દહેડામાં 83 લાખના ગાંજાની ખેતી ઝડપાઈ હતી. આણંદમાં ગાંજાની હેરાફેરી અને ગાંજાના છોડના વાવેતરનું પ્રમાણ વધતુ હોવાથી નાગરિક સમાજમાં ચિંતા ભડકી છે. મોટાપાયે પરપ્રાંતથી ગાંજાનો જથ્થો મંગાવીને તેની પડીકીઓ કે સીગરેટો બનાવીને વેચવામાં આવી રહી હોવાનું અને દિન-પ્રતિદિન ગાંજાના બંધાણીઓનું પ્રમાણ પણ વધતુ જઈ રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. યુવા પેઢીને બરબાદ કરતી આ ગુનાખોરી ઉપર સખ્ત અંકુશ લગાવવા માંગ ઉઠી રહી છે. આણંદ એસઓજી પોલીસે 20 કિલો ગાંજાની હેરાફેરી ઝડપી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન.પરમાર તથા પો.સ.ઇ એચ.એમ.રાણા તથા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના પો.કો પ્રતિપાલસિહ રણજીતસિંહને બાતમી મળી કે એક સીએનજી રીક્ષા નંબર GJ2321435 કે જે રીક્ષાની આગળની નંબર પ્લેટ અડધી તુટેલ છે. પાછળના ભાગે રીક્ષાનો નંબર લખેલ છે. જે રીક્ષામા ચાલક તરીકે સુરેશભાઇ ડબગર તથા તેની સાથે બીજો ઇસમ બેઠેલ છે. જે રીક્ષા વાસદ તરફથી બોરસદ થઇ પેટલાદ તરફ ગેરકાયદેસરનો ગાજો લઇને પસાર થનાર છે.

જે બાતમી હકીકત આધારે એસ.ઓ.જી પોલીસ સ્ટાફના અધિકારી તથા માણસો સાથે વોચ ગોઠવી હતી.જે મુજબ બોરસદ વાસદ ચોકડી ઉપર બાતમી વર્ણન વાળી રીક્ષા નં. GJ2321435 ને પસાર થતી હતી તેને કોર્ડન કરી પકડી લીધી હતી. રીક્ષામાં તપાસ કરતા (1) સુરેશભાઇ કચનલાલ ડબગર રહે. લીબાકુઇ તા.પેટલાદ જી આણંદ તથા (2) દીનેશ ઉર્ફે ભુર્યો ઇશ્વરભાઇ તળપદા રહે. મલાવ ભાગોળ વાધરી વાસ તા.પેટલાદ જી.આણંદ 20 કિલો ઉપરાંતના ગાંજા સાથે ઝડપયા હતા.

એસઓજી પોલીસે દ્વારા 20,015 કિલોગ્રામ ગાંજા (માદક પદાર્થ) કિંમત 2,00,150/- તથા એક મોબાઇલ કી.રૂ.2500/- તથા સીએનજી રીક્ષા કી.રૂ.50,000/- મળી કુલ્લે રૂ.2,52,650/ નો તપાસ અર્થે કબ્જે કરી ઉપરોક્ત ઇસમ વિરુદ્ધ બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...