તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:દુબઈના અબુધાબી યુનિવર્સિટીમાં પ્રોફેસરની નોકરીની લાલચે આણંદ વૃદ્ધ સાથે 6.40 લાખની ગઠિયાએ ઠગાઇ કરી

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધની ફરિયાદના આધારે આણંદના સાયબર સેલે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી

આણંદના વૃદ્ધને દુબઈની અબુધાબી યુનિવર્સીટીમાં પ્રોફેસર નોકરી અપાવવાના બહાને સાઈબર ગઠિયાએ 6.40 લાખ રૂપિયા સેરવી છેતરપિંડી આચરી છે. જે અંગે વૃદ્ધની ફરિયાદના આધારે આણંદના સાયબર સેલે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત આણંદ શહેરના જાગનાથગણેશ ડેરી રોડ ઉપર રહેતા મહેન્દ્રભાઈ પ્યારેલાલ પાલ વેટરનરી કોલેજમાંથી પબ્લીક હેલ્થ ઓફિસર તરીકે નીવૃત્ત થયા હતા અને ત્યારબાદ તેઓએ 2008 થી 2015 સુધી ઈથોપીયાની યુનિવર્સીટીમાં ઉક્ત હોદ્દા ઉપર સેવાઓ આપી અને ત્યાંથી નિવૃત્ત જીવને ગુજારે છે.

ગત 14/4/21 ના રોજ તેમના મેઈલ પર મેઈલ આવ્યો કે તમારે લાયક દુબઈની અબુધાબી યુનિવર્સીટીમાં નોકરી છે. જે માટે વિગતોની માંગણી કરી હતી જેથી મહેંન્દ્રભાઈએ વિગતો મોકલી આપી હતી. ત્યારબાદ 21/6/21ના રોજ ફરીથી મેઈલ આવ્યો હતો જેમાં નોકરીની શરતો જણાવી હતી. વળી નોકરી જોઈન્ટ કરતા પહેલા જે કાંઈપણ ખર્ચ થાય તે તમારે ભોગવવાનો રહેશે તેમજ નોકરી જોઈન્ટ કર્યાના ચાર-પાંચ દિવસ બાદ તે રકમ ચુકવી આપવાનું પણ જણાવ્યું હતું.

ઈમેઈલ મુજબની શરત અંગે હકારાત્મક રહી મહેન્દ્રભાઈએ સ્વીકૃતિ આપી હતી.જે દરમ્યાન મહેમુદ રૈયાદ નામના વ્યક્તિએ તેમને મોબાઈલ ફોન કરીને વર્ક પરમીટ વિઝા તેમજ હેલ્થ એન્ડ મેડિકલ ઈન્શ્યોરન્સના નામે પ્રથમ બે લાખ રૂપિયા મોકલી આપવાનું જણાવતાં મહેન્દ્રભાઈએ યશ બેંકમાં રોહિત એન્ટરપ્રાઈઝના નામે મોકલી આપ્યા હતા. જેની રસીદ પણ એક ટ્રાવેલ્સના નામે મોકલી આપવામાં આવી હતી. ત્યારબાદ બીજા 4.40લાખ રૂપિયાની માંગણી કરતા તે પણ 2/7/21ના રોજ બીજા એક એકાઉન્ટમાં મોકલી આપ્યા હતા. તેની પણ રસીદ મોકલી આપી હતી.

જે બાદ તારીખ 7/7/21ના રોજ ફરીથી 8.10 લાખની માંગણી કરતાં મહેન્દ્રભાઈને શંકા ગઈ હતી અને તેમણે પૈસા મોકલ્યા નહોતા. તે બાબતે વધુ તપાસ કરતાં પોતાની સાથે નોકરીના બહાને છેતરપીંડી થઈ હોવાનું સમજાઈ જતા તેમણે આણંદના સાયબર સેલ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.સાઈબર ક્રાઈમ સેલે ગુનો દાખલ કરીને ઈમેલ અને મોબાઈલ નંબરના આધારે તપાસની ગતિવિધિ તેજ કરી છે.

અન્ય સમાચારો પણ છે...