વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી અને નેશનલ કો ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા લીમીટેડ વચ્ચે કરાર કરવામાં આવ્યાં છે. આ કરાર અંતર્ગત બન્ને ગ્રામ્ય જીવન સુધારણા માટે કામ કરશે. જેમાં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પણ સંશોધન કરવામાં આવશે.
વારાણસીમાં પ્રધાનમંત્રીએ વાત કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત માસે જ વારાણસી ખાતેના કાર્યક્રમમાં એસપી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક પ્રોફેસરો દ્વારા ગ્રામીણ અને અન્ય ક્ષેત્રે કરવામાં આવેલ સર્વે સંશોધન રાજ્ય સરકારના કેવા ઉપયોગી થયા હતા તે અંગે વિસ્તૃત વાતો કરી હતી. હાલ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નેશનલ કો. ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા લીમીટેડ (એનસીડીએફઆઈ) સાથે સમાન હેતુઓમાં સહકાર સાધવા માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (એમઓયુ) કરવામાં આવ્યું હતું.
આ એએમઓયુ લાંબાગાળે ગ્રામીણ ભારતને ઉપયોગી થશે
મઓયુના માધ્યમથી થયેલું જોડાણ ગ્રામીણ વિકાસને ગતિ આપી રાષ્ટ્ર ઉત્થાન માટે કાર્ય કરશે. તેમ સરદાર પટેલ યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઇસ ચાન્સેલર પ્રો. નિરંજન પટેલે જણાવ્યું હતું. ટેકનોલોજીના આ યુગમાં જ્યારે ઓનલાઈન માર્કેટિંગએ આવશ્યકતા બની ગઈ છે, ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટી અને NCDFI બંનેએ ધરતીપુત્રોની આવક વધારવા પ્રયત્નો કરશે. આ એમઓયુ અંતર્ગત યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક વિભાગો, જેમ કે ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડીઝ, ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક્સ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ અને એગ્રો-ઈકોનોમિક રિસર્ચ સેન્ટર અને અન્ય તમામ પીજી વિભાગોના અધ્યાપકોના સંશોધન લગતી સેવાઓ એનસીડીએફઆઈને ઉપલબ્ધ થશે. કો. ઓપરેટિવ સેક્ટરની જન્મભૂમિ ગણાતા ચરોતરની આ બે સંસ્થાઓ વચ્ચે થયેલું એમઓયુ લાંબાગાળે ગ્રામીણ ભારતને ઉપયોગી થશે.
આ મહાનુભવો હાજર રહ્યા
આ એમઓયુમાં સરદાર પેટલ યુનિવર્સિટી વતી ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડો. પ્રો. નિરંજન પટેલ, રજીસ્ટ્રાર ડો. ભાઇલાલ પટેલ અને પ્રોફેસર ડો. યોગેશ જોષી હાજર રહ્યાં હતાં. જ્યારે નેશનલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા વતી કે.સી. સુપેકર, મેનેજિંગ ડિરેક્ટર અને શ્રીનિવાસી સજ્જા, એનસીડીએફઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ખાતે એમઓયુ હસ્તાક્ષર કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.
એનસીડીએફઆઈએ રાષ્ટ્રીય ડેરી કો –ઓપરેટિવની અગ્રણી સંસ્થા
અત્રે ઉલ્લેખનીય છે કે, એનસીડીએફઆઈએ રાષ્ટ્રીય ડેરી કો –ઓપરેટિવની અગ્રણી સંસ્થા છે. તે સંસ્થા દૂધના વ્યાપારિક વેચાણ તથા આ ઉત્પાદનોના ઓનલાઇન માર્કેટીંગ એનસીડીએફઆઈ ઇ-માર્કેટ નામનું ઓનલાઇન માર્કેટ પ્લસ પુરૂ પાડે છે. એનસીડીએફઆઈ દૂધાળાં પશુઓના જીનેટિક વિકાસ અને દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા લોકો વિવિધ લોકો તથા સંસ્થાની ક્ષમતા વિકસાવવા કામ કરે છે. જ્યારે સરદાર પેટલ યુનિવર્સિટી પણ ઉદ્દેશ્યને અંતર્ગત ગ્રામ્ય જીવનની ગુણવત્તા સુધારવા તથા પોતાના સંશોધનના માધ્યમથી ગ્રામીણ વિકાસ કરવા કટિબદ્ધ છે. આમ બંને સંસ્થાના ઉદ્દેશ્યોનો સુંદર સુમેળ સધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.