અનોખી ઉજવણી:આણંદ સાંઇબાબા ટ્રસ્ટે ગરીબ અનાથ બાળકોને કીટ વિતરણ કરી દિવાળી ઉજવી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફટાકડા, મીઠાઇ, નમકીન અને કપડાં વિતરણ કરીને સમાજમાં નવો રાહ ચિંધ્યો

ઉત્સાહ ,ઉમંગ અને ઉપહારના પર્વ દીપાવલીની આણંદ સાઇબાબ મંદિર દ્વારા અનોખી રીતે ઉજવણી કરાઇ હતી. મંદિર દ્વારા શહેરના જરૂરિયાતમંદ ગરીબ વિદ્યાર્થી, બાળકો સહિત કોરોનાકાળમાં અનાથ થઇ ગયેલા 23 બાળકો સાથે દિવાળીપર્વની ઉજવણી કરી હતી. અનાથ અને ગરીબ બાળકોને ફટાકડા, મીઠાઇ, નમકીન અને કપડાં વિતરણ કરીને સમાજમાં નવો રાહ ચિંધ્યો હતો. શહેરની તમામ ઝુંપડપટ્ટીમાં રહેતા 125 બાળકોને શોધી લાવીને દિવાળી તહેવાર પેટે અવનવી વસ્તુઓ પેકેટ વિતરણ કરાયું હતું.

આણંદ સાંઇબાબા મંદિરના સેવકે જણાવ્યું હતું કે, ગરીબ અને અનાથ બાળકો દિવાળી પર કોઇ ફટાકડા ફોડે કે નવા કપડા પહેરીને બહાર નીકળે તો જોઇને આનંદ માણતા હોય છે. ત્યારે આવા બાળકો પોતે જ આનંદ માણી શકે તે માટે સાંઇબાબ જનસેવા ટ્રસ્ટ દ્વારા આ વખતે મહાવીર ઝુંપડપટ્ટી, બોરસદ ચોકડી ઝુંપડપટ્ટી, સલાટીયા સહિતના વિસ્તારોમાં ફરીને 125 બાળકો અને કોરોનામાં મા-બાપ ગુમાવનાર 23 બાળકોને શોધીને તેઓને મીઠાઇ, ફરસાણ, ફટાકડા અને નવા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી નાના બાળકોના ચહેરા પર અનોખું સ્મિત જોવા મળ્યું હતું.

બાળકો ચહેરા પર આનંદ છવાયેલો જોઇ સાંઇબાબા મંદિરના ટ્રસ્ટીઓ ખુશી વ્યકત કરી હતી. આ ઉપરાંત સાંઇબાબા મંદિરમાં દિવાળીના દિવસે આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...