કાર્યવાહી:આણંદ RTOએ ટેક્ષ નહી ભરતા પેસેન્જર બસના માલિકો પાસેથી રૂ 38 લાખ વસૂલ્યા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બસોમાં વધુ સીટો બેસાડવી, છતની ઉપર માલ લઇને જનાર માલિકો સામે ટૂંકમાં કાર્યવાહી

માર્ગો પર ટેક્ષ ભર્યા વગર દોડતી પેસેન્જર બસના માલિકો સામે કાર્યવાહી કરવા તંત્રે કમર કસી છે. આણંદ આરટીઓએ ટીમો બનાવી સ્થળ પર જ ટેક્ષ વસુલાતની કામગીરી કરી 90 બસ માલિકો સામે કેસ કર્યા છે. જિલ્લાભરના તમામ બસ માલિકોને બાકી પડતા ટેક્ષની રકમ ભરપાઈ કરી દેવા આદેશ કરતા ચાલુ વર્ષે ચાર માસમા રૂ. 38 .51 લાખ ઉપરાંતની રકમની વસુલાત થઈ હતી.

આગામી દિવસોમા ટેક્ષ ચોરી ઉપરાંત બસની છત પર થતું માલ પરિવહન, ઓનલાઇન ખોટુ ડિકલેરેશન કરીને પરિવહન કરનાર, વધુ સીટ ફીટ કરાવનાર તમામ બસ માલિકો સામે કાર્યવાહી હાથ ધરવા એકશન પ્લાન તૈયાર કરી દેવાયો છે.

આણંદ જિલ્લા એઆરટીઓ આર.પી. દાણીઅે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર બાદ ચાલુ વર્ષે પહેલી જુલાઇથી તા.18મી ઓકટોબર સુધીમાં પેસેન્જર બસ માલિકો સામે કાર્યવાહી હાથ ધરવા ઝુંબેશ શરૂ કરી હતી. ટીમો બનાવી વાસદ ચોકડી, ચિખોદરા ચોકડી, સામરખા ચોકડી સહિત ઠેર ઠેર ચેકીંગ હાથ ધરી વર્ષોથી ટેક્ષ નહી ભરતા 90 બસ ચાલકોને ઝડપી પાડી સ્થળ પર મેમા ફટકારવામા આવ્યા છે.

ત્યારબાદ તમામ બસ માલિકોને ટેક્ષ ભરપાઈ કરી દેવા આદેશ કર્યો હતો. જેમાં 348 બસ ચાલકોએ ટેક્સ ભરપાઈ કરતા તંત્રને 38.51 લાખ રકમની વસુલાત થઇ હતી. જેમા રૂ 50 હજાર ટેક્ષ પેનલ્ટી વસુલાત સાથે કન્સ્ટ્રક્શન સાઇડ વ્હીકલ 1, મેકસીકેબ 3, મીની બસ 1 અને પેસેન્જર બસ સહિત કુલ 90 બસ માલિકો સામે નિયમ મુજબ દંડ ફટકારી વસુલાત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...