આણંદ જીલ્લા આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓએ કોમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કર્યા વગર જ અરજદારોને વધુ નાણાં લઇને લાયસન્સ ઇશ્યુ કરી દેવાતાં સમગ્ર મામલો ગાંધીનગર વડી કચેરી પહોંચ્યો હતો.ત્યારે રીપોર્ટના આધારે બોગસ લાયસન્સ સંદર્ભે તપાસ કરતાં સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. જેમાં હેડ કલાર્ક તરીકે ફરજ બજાવતાં મહિલા અધિકારીને સ્થાને કચેરીના કર્મચારીને ચાર્જ સોંપવામાં આવ્યો છે.તેમજ અન્ય બે ઇન્સપેકટરોને સસ્પેન્શન કરતાં જગ્યા ખાલી હોવાથી ગાંધીનગરના આદેશ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આણંદ આરટીઓ કચેરીમાં છેલ્લા કેટલાંક સમયથી ડેટા એન્ટ્રી કર્યા વગર સીધા લાયસન્સ ઇશ્યુ કર્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને લઇને રિપોર્ટ અનુસાર ગાંધીનગર આરટીઓ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતાં બે ઇન્સપેકટર સહિત હેડ કર્લાક સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું.જેમા હેડ કલાર્ક ઇલાબેન દેસાઈ સહિત અન્ય બે ઈન્સ્પેકટરોની સંડોવણી ખુલી હતી.આખરે પ્રાદેશિક કમિશ્નર કચેરી દ્વારા ત્રણેય કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતી.જો કે ઈન્ટરનેશનલ લાયસન્સની કામગીરી બજાવતા હેડ કલાર્ક ઇલાબેન દેસાઈની જગ્યાએ આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા ઈ.આર.પટેલને ચાર્જ સોંપવામા આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.