કામગીરી:આણંદ RTOએ મેમાં 185 વાહનચાલકો સામે કેસ કર્યાં, રૂ. 3,56,700નો દંડની સ્થળ પર વસુલાત કરાઇ

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેર સહિત જિલ્લામાં દિન પ્રતિદિન જાહેર માર્ગો પર અકસ્માતોનું ભારણ વધી રહ્યું છે. આણંદ આરટીઓ કચેરીના આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું કે આરટીઓ તંત્ર સહિત જિલ્લા ટ્રાફિક વિભાગે ટ્રાફિક ડ્રાઇવ રાખીને ઠેર ઠેર ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જે મુજબ હેલ્મેટ નહીં પહેરવા બદલ કુલ 10 વાહનચાલકોને રૂ.પાંચ હજાર ,રેડિયમ પટ્રીના 4 કેસ કરીને રૂા 8 હજાર, ડ્રાઇવીંગ લાયસન્સ વિના વાહનચલાવતા 31 કેસ કરીને રૂ. 1.21 હજારનો દંડ, નિયમ મુજબ નંબર વિના ના 10 કેસ કરીને 4800 દંડ , પીયુસી વિના 47 કેસ કરીને 23500 દંડ આમ 17 જેટલા નિયમનનો ભંગ બદલ 185 કેસ વાહન ચાલકો સામે કરવામાં આવ્યા હતા. આરટીઓ નિયમ મુજબ રૂ. 3,56,700 રૂપિયાનો સ્થળ પર દંડ પણ વસુલવામાં આવ્યો હતો. બીજી તરફ આણંદ શહેર સહિત જુદા જુદા જાહેર માર્ગો પર તંત્રએ વધુ ગતિએ દોડતા ત્રણ વાહનચાલકોને ઝડપી રૂા 4500નો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...