મેઘમહેર:આણંદમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસતાં આનંદ, આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પેટલાદ - Divya Bhaskar
પેટલાદ
  • પેટલાદમાં અઢી ઇંચ અને અન્ય કેટલાંક તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ

આણંદ શહેર સહિત જિલ્લામાં દિવસ દરમિયાન કાળાડિંબાગ વાદળો આવન જાવન વચ્ચે કેટલાંક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટાનો દોર દિવસ દરમિયાન જોવા મળ્યો છે.જેના આણંદ અને પેટલાદમાં સાંજના 4 કલાકમાઆણંદ પોણા બે ઇંચ અને પેટલાદમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો.જેના કારણે વરસાદી પાણી નીંચાણવાળા માર્ગો પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા હતા. મોડી રાત સુધી ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

આણંદ
આણંદ

આણંદની ડીઝાસ્ટર કચેરીના અહેવાલ અનુસા ર આખો દિવસ વરસાદી વાતાવરણ રહેવા પામ્યું હતુ અને તમામ જગ્યાએ વરસાદ પડ્યો હતો. રાત્રિના 8 વાગ્યા સુધીમાં આંકલાવ 04 , આણંદમાં55મિમી, પેટલાદ59મિમિ, બોરસદ 10 મિમિ, તારાપુરમાં 07, સોજીત્રામાં 06 મિમિ,ખંભાત 24 અને ઉમરેઠમાં 03 મિમિ વરસાદ નોંધાયો છે.

અભરીપુર
અભરીપુર

આ સાથે જ જિલ્લામાં સૌથી વધુ બોરસદ તાલુકામાં 82.15 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. આ સિવાય તારાપુરમાં 75.75 આંકલાવમાં 49.38, આણંદમાં 74.27 ખંભાતમાં 58.83, પેટલાદમાં 67.12, ઉમરેઠમાં 40.03 અને સોજિત્રામાં 69.04 ટકા વરસાદ પડી ચુક્યો છે. જ્યારે ખેડા જિલ્લામાં કઠલાલના અભરીપુરમાં 48 કલાકમાં સવા છ ઇંચ વરસાદને પગલે કેડસમા પાણી ભરાતાં ડેરી, શાળા, દુકાનો બંધ, ઘાસચારાની તંગી સર્જાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...