સ્વેટર કે રેઇનકોટ? અવઢવ:આણંદમાં એક ઇંચ અને તાલુકામાં સરેરાશ અડધો ઇંચ વરસાદ થયો

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે આણંદ શહેર સહિત જિલ્લામાં ગત ગુરુવાર સમી સાંજ થી વરસાદી માહોલ છવાયો હતો. મોડી રાત્રે આણંદમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને નીચાણ વાળા વિસ્તારો બોરસદ ચોકડી પાસે ઘુંટણ સમા પાણી ભરાયાં હતાં. જેના પગલે ટ્રાફિકને અસર પહોંચી હતી. - Divya Bhaskar
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે આણંદ શહેર સહિત જિલ્લામાં ગત ગુરુવાર સમી સાંજ થી વરસાદી માહોલ છવાયો હતો. મોડી રાત્રે આણંદમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને નીચાણ વાળા વિસ્તારો બોરસદ ચોકડી પાસે ઘુંટણ સમા પાણી ભરાયાં હતાં. જેના પગલે ટ્રાફિકને અસર પહોંચી હતી.
  • લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રી : પવનો ફૂ઼કાતાં ઠંડી વધી

આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી મોહોલ જોવા મળી રહ્યો છે. તેમાંય ગત ગુરુવારે બપોર બાદ જિલ્લાના વાતાવરણમાં અેકા-અેક પલટો આવતાં આણંદ શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઆેમાં સાર્વત્રિક વરસાદના હળવા ઝાંપટા જોવા મળ્યાં હતાં. જે સતત બીજા દિવસે સવાર સુધી રહ્યો હતો.આમ જિલ્લાભરમાં શુક્રવારે મોડી સાંજ સુધી સરેરાશ અેક ઈંચ થી અડધા ઈંચ વરસાદ પડ્યો હતો. જો કે છેલ્લા 24 કલાક થી ધીમી ધારે પડી રહેલા વરસાદના કારણે પિયત વાળા પાકને ફાયદો થશે.

પરંતુ ખેતરમાં તૈયાર થયેલી ડાંગર,કપાસ અને તમાકુના પાકને નુક્સાન થવાની ભીતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે આણંદ શહેર સહિત જિલ્લામાં ગત ગુરુવાર સમી સાંજ થી વરસાદી માહોલ છવાયો છે. અને મોડી રાત્રે જિલ્લાભરમાં સર્વાત્રિક કમોસમી વરસાદ થયો હતો. આમ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ આણંદ તાલુકા 27 મી.મી, જ્યારે સૌથી ઓછો ખંભાત અને તારાપુર તાલુકામાં 3 મી.મી વરસાદ પડ્યો હતો.જેને લઈને શહેરના નીચાણ વાળા વિસ્તારો જેવા કે , આણંદ ચોકડી, ગણેશ ચોકડી, પાયોનિયર હાઈસ્કુલ સહિતના વિસ્તારમાં ઘુંટણ સમા પાણી ભરાયાં હતાં. જો કે,આ કમોસમી વરસાદના કારણે દિવસ દરમિયાન વાતાવરણમાં ઠંડા પવન ફુંકાતાં સમગ્ર પંથકમાં ટાઢોળું ફરી વળ્યું હતું.

બીજી તરફ વ્હેલી સવારે લોકો ઘરની બહાર નીકળતા સમયે સ્વેટર પહેરવું કે રેઇન કોટ તે પણ દ્વિધામાં પડી ગયાં હતાં. આણંદ કૃષિ યુનિના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગમી બે દિવસો એટલે કે રવિવાર સુધી આણંદ શહેર સહિત જિલ્લામાં અંશતઃ વાદળછાયું તથા ભેજવાળું રહેવાની સંભાવના છે. આ સાથે જિલ્લામાં હજી પણ હળવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જેને લઈને મહત્તમ તાપમાનનો પારો 35 થી 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 17 થી 19 ડિગ્રી તથા હવામાં ભેજનું પ્રમાણ 22 થી 75 ટકા રહેવાની શક્યતા છે.

પિયત પાકોને ફાયદો થશે પણ કાપણી લાયક પાકને નુક્સાન થવાની ભીતી વ્યક્ત કરાઈ
આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં થયેલા કમોસમી વરસાદના કારણે હાલ તો કોઈ નુકસાન કારક નથી. હાલ જિલ્લા સહિત પંથકમાં મોટા ભાગે ઘઉં અને ચણાં સહિત વિવિધ પાકોનો શરૂઆતનો તબક્કો હોવાથી આ પ્રકારાના પાકોને પિયત મળશે જેને ફાયદો થશે, જો કે, પંથકમાં કેટલાક ખેડૂતોઅે ડાંગરનો પાક મોડો કર્યો હોય અને હજી સુધી તેઓની કાપણી ચાલી રહી હોય તેમજ કેટલાક ખેડૂતોએ તમાકુની રોપણી કરેલી છે તેઓને કમોસમી વરસાદથી તમાકુનો કસ ધોવાઈ જતા તેમજ પાન ઢીલા પડી જતા તેઓને નવેસરથી રોપણી કરવી પડશે વ્યાપક નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.> સી.અેસ.પટેલ , જિલ્લા ખેતીવાડી અધિકારી, આણંદ

વિજળી ડૂલ થવાથી લોકો હેરાન પરેશાન: 45 ઉપરાંત ફરિયાદો
આણંદ શહેરમાં ગુરૂવારે સમી સાંજે અેકા અેક વાતાવરણમાં પલ્ટો આવી જતાં ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના પગલે બોરસદ ચોકડી વિસ્તાર,ગણેશ ચોકડી વિસ્તાર સહિત અન્ય વિસ્તારમાં વિજળી ડૂલ થતાં વીજ ધારકોને હાલાંકીનો સમાનો કરવાનો વારો આવ્યો હતો.બીજી તરફ વીજ ધારકો દ્વારા એમજીવીસીએલના ફરીયાદ કેન્દ્ર પર ફોન કરવામાં આવતાં સરદાર સબ ડિવિઝન અને શાસ્ત્રી સબ ડિવિઝનમાં વિજળી ડૂલ થવાની 45 ઉપરાંત ફરીયાદો આવી હતી.

અન્ય સમાચારો પણ છે...