લીફટ ચાલુ કરવા માંગ:આણંદ રેલવે સ્ટેશન એટલે અસુવિધાનો અડ્ડો પેસેન્જર સમિતિના ચેરમેને પોલ ખોલી નાખી

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફૂટ ઓવરબ્રિજ તોડી નખાયો અને લિફ્ટ પણ બંધ : મુસાફરો જીવના જોખમે પાટા ક્રોસ કરવા મજબૂર

ભારત સરકારના રેલ મંત્રાલયની પેસેન્જર સુવિધા સમિતિના ચેરમેન સહિતની ટીમોએ આણંદ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેઓએ પેસેન્જર સાથે સીધી વાત કરી તેઓને પડતી મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવીને રેલવેના અધિકારીઓનો રીતસરનો ઉઘાડો લીધો હતો. આણંદ રેલ્વે સ્ટેશન એ ગ્રેડની શ્રેણીમાં આવે છે તેથી પેસેન્જર્સને કેવી સુવિધા મળે છે તેની ચકાસણી માટે ભારત સરકારના રેલ મંત્રાલયના પેસેન્જર સુવિધા સમિતિના ચેરમેન પી. કૃષ્ણદાસ ટીમોના કાફલા સાથે બુધવારે આવી પહોંચ્યા હતા.

સૌ પ્રથમ ફુટ ઓવરબ્રિજ નવો બનાવવા તોડી નાંખવામા આવ્યો હોવાથી ઘણા સમયથી લિફ્ટ બંધ હાલતમા ફેરવાઇ ગઈ છે. તેમજ ખંભાત પ્લેટફોર્મ પર પંખા બંધ, પેસેન્જરોને બેસવાની વેઇટિંગ રૂમમાં સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો હોવાથી રેલવેના અધિકારીઓનો ઉધડો લઇ જરૂરી સુચના આપી હતી.

પેસેન્જરોની સુવિધા માટે આણંદ જુના દાદર પાસેના ઓવરબ્રીજ પર લિફ્ટ નહીં હોવાથી હજારો મુસાફરોને હાલાકી વેઠવી પડતી હોવાનું પેસેન્જરોએ જણાવતા આ સમસ્યાનું તત્કાળ સમાધાન કરવા તાત્કાલિક ધોરણે બજેટ ફાળવીને લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવા સુચનાઓ આપી હતી. ટીમે આરપીએફ પોલીસ મથક પાસે સીસીટીવી કેમેરા સર્વર રૂમની મુલાકાત લઇ કેમેરા કાર્યરત છે કે નહીં તેની પણ ચકાસણી કરી હતી.

આણંદ રેલ્વે સ્ટેશન પર લીફટ ચાલુ કરવાની માંગ
આણંદ રેલવે સ્ટેશન ખાતે નવો ફૂટ ઓવરબ્રીજ બનાવવા જૂનો તોડી નખાયો છે. અને લીફટ પણ બંધ હોવાથી મુસાફરોને સામાન ઊંચકીને રેલવે લાઇન ક્રોસ કરવાની ફરજ પડે છે. અથવા મુસાફરોને જૂના દાદર સુધી લાંબું થવું પડે છે. આથી આણંદ રેલવે સ્ટેશન ખાતે વહેલી તકે મુસાફરોની સુવિધા માટે લીફટ ચાલુ કરવાની માંગ કરાઇ હતી.> સંજયભાઇ કોઠારી, મુસાફર ,અગાસ.

અન્ય સમાચારો પણ છે...