મુસાફરો હાલાકીઓનો ભોગ:આણંદ રેલવે સ્ટેશનને દરજ્જો A ગ્રેડનો પણ સુવિધા C ગ્રેડની

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષ અગાઉ A ગ્રેડનો દરજ્જો અપાયો હતો
  • ઓવરબ્રિજનું કામ ચાલતું હોવાથી લીફટ બંધ હાલતમાં

આણંદ રેલવે સ્ટેશનને A ગ્રેડનો દરજ્જો છતાં C ગ્રેડની સુવિધાઓથી મુસાફરોને હાલાકીઓનો ભોગ બનવું પડે છે.ત્યારે રેલવે સ્ટેશન પર મુસાફરોને મળવાપાત્ર સુવિધા ઠંડા પીવા પાણીના મશીન બંધ હાલતમાં ફેરવાઇ ગયા તેમજ ફૂટ ઓવરબ્રીજ બનાવવામાં આવતો હોવાથી લીફટ બંધ હાલતમાં હોવાથી મુસાફરોને જીવના જોખમે રેલવે પાટા ક્રોસ કરીને અન્ય પ્લેટફોર્મ જવાની ફરજ પડી રહી છે.

મુસાફરોની સુિવધા માટે મુકવામાં આવેલા ઓટોમેટીક ટીકીટ વેડીંગ મશીન સહિતની પ્લાસ્ટીક બોટલ રી-સાયકલીંગ મશીન સહિત ડીસપ્લે બંધ હાલતમાં હોવાથી મુસાફરો C ગ્રેડની સેવાઓથી તોબા પાકારી ગયા છે. જોકે કેટલાંક જાગૃત મુસાફરોએ તંત્રને ફરિયાદ કરતાં આખરે સંસદ સભ્યે દિલ્હી સંસદમાં આણંદ રેલવે સ્ટેશનને A ગ્રેડનો દરજ્જો હોવા છતાં C ગ્રેડની સુવિધા સુધારો કરવાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

આણંદ રેલવે સ્ટેશનને A ગ્રેડનો દરજ્જો એક દાયક પહેલા આપવામાં આવ્યો છે. જેમાં A ગ્રેડની મળવાપાત્ર સુવિધામાં લીફટ, ઠંડુ પીવાનું પાણી, મુસાફરોને બેસવાની અલાયદી વ્યવસ્થા, ડિસપ્લે, સુરક્ષા માટે પોલીસ કાફલો સહિત મેટલ ડીટેકટર અને મુસાફરો વેટીંગ માટે રૂમમાં પુરતી સુવિધા હોવી જોઇએ.પરંતુ આણંદ રેલવે સ્ટેશન ખાતે 1 વર્ષથી મુસાફરોને C ગ્રેડની સુવિધાઓ મળતી હોય તેમ લીફટનો અભાવ જોવા મળી રહ્યો હોવાથી રેલવે પાટા ક્રોસ કરીને બીજા પ્લેટફોર્મ અવરજવર કરવાની ફરજ પડી રહી છે.

સ્ટેશન પર મૂકાયેલા ઠંડા પાણીના મશીનો બંધ
આણંદ રેલવે સ્ટેશન ખાતે A ગ્રેડની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમાં શુદ્ધ ઠંડા પે જલ મશીન ઘણાં સમયથી બંધ હાલતમાં ફેરવાઇ ગયા છે. જો કે કોના માલિકની છે.તેનો કોઇ અતોપતો નથી. આખરે મુસાફરો હાલાકીઓનો ભોગ બની રહ્યાં છે. > શીવાની સોલકી, વિદ્યાર્થીની આણંદ

આણંદ રેલવે સ્ટેશન પર ઓટોમેટિક ટિકિટ વેડીંગ મશીન કયારે શરૂ થશે?
આણંદ રેલવે સ્ટેશન ખાતે ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત મુસાફરોને ટ્ેનની ટીકીટ લેવા માટે લાંબી લાઇનમાં ઉભા રહેવું પડે છે. કેટલાંક મુસાફરો ટ્રેન ચુકી જવાના બનાવો બનતાં હોવાથી ઝડપી સુવિધા મળે તેવા હેતુંથી રેલવે વિભાગ દ્વારા ઓટોમટીક ટીકીટ વેડીંગ મશીન મુકવામાં આવ્યું છે.પરંતુ સોફટવેર કનેકશન આપવામાં આવેલ નહી હોવાથી બંધ હાલતમાં ફેરવાઇ ગયું હોવાથી મશીન પાન મસાલાની પીચકારીઓ જોવા મળતી હોવાથી મુસાફરો આર્શ્ચયમાં મુકાઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...