માંડવી ઝંખવાવ રોડ પર આજરોજ ગુરુવારે સાંજે જુનવાણ ગામની સીમ આગળ ટ્રક અને કાર ભટકાતા કાર સવાર ત્રણ વ્યક્તિ પૈકી એકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બે મિત્રોને સુરત સિવિલમાં ખસેડાયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આણંદ ખાતે ફરજ બજાવતા માઉન્ટેડના પો.સ.ઇ શીતલસિંહ બજરંગસિંહ સીકરવાર( ઉં વ ૪૬,રહેવાસી પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સ બોરસદ ચોકડી, આણંદ ) પોતાના મિત્ર વિનોદભાઈ વામનભાઇ (રહે વડોદરા શહેર હેડ કોન્સ્ટેબલ રેલવે) તથા તુષારભાઈ (જેમના પુરા નામની ખબર નથી) જેઓ ઉકાઈ તરફથી પોતાની બ્રેઝા કારમાં આણંદ તરફ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન માંડવી ઝંખવાવ રોડ પર જુનવાણ ગામની સીમ આગળ સામેથી આવતી ટ્રકના ચાલકે ટ્રક પૂર ઝડપે અને ગફલતભરી રીતે આવી બ્રેઝા કારને અડફેટમાં લઇ લેતા કાર સવાર શીતલસિંહ બજરંગસિંહને ગંભીર ઈજા પહોંચતા કારમાં સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જ્યારે અન્ય બે મિત્રો વિનોદભાઈ તથા તુષારભાઈને તાત્કાલિક સુરત સિવિલમાં ખસેડાયા હતા અકસ્માતની જાણ થતા માંડવી પી.આઈ એચ બી પટેલ તથા તેમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.